સૈફ-અમૃતાના અલગ થવા પર સારાએ તોડ્યુ મૌન, ‘સારુ થયુ એ હવે સાથે નથી રહેતા'
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાના માતાપિતાના અલગ થવા પર મૌન તોડ્યુ છે.
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાના માતાપિતાના અલગ થવા પર મૌન તોડ્યુ છે. તેણે આ મામલે ખુલીને વાત કરી. તમને જણાવી દઈએ કે સારા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે. સૈફ અને અમૃતાના વર્ષ 1991માં લગ્ન થયા હતા અને બંને 2004માં અલગ થઈ ગયા. હાલમા સૈફ પોતાની બીજી પત્ની કરીના કપૂર અને દીકરા તૈમૂર અલી ખાન સાથે રહે છે.

‘મને આ વિચાર જ સમજમાં નથી આવતા'
એક મીડિયા વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં સારાએ કહ્યુ કે તે ભગવાનનો આભાર માને છે કે હવે તેના માતાપિતા સાથે નથી. સારાએ કહ્યુ, મને નથી લાગતુ કે જો બે જણ એકબીજા સાથે ન રહેવા ઈચ્છતા હોય તો, તેમનુ સાથે રહેવુ જરૂરી છે. લોકો ઘણીવાર એવુ કહેતા હોય છે કે તે એકબીજાને પસંદ નથી કરતા પરંતુ પોતાના બાળકો માટે સાથે રહે છે. મને આ વિચારસરણી સમજમાં નથી આવતી.

‘મારી પાસે એક ઘૂટનભર્યા ઘરના બદલે બે ખુશહાલ ઘર'
સારાએ આગળ કહ્યુ કે, ‘જો તમે જ ખુશ નથી પછી પોતાના બાળકોને કેવી રીતે ખુશ રાખી શકશો. તેણે વિમાનનુ ઉદાહરણ આપીને કહ્યુ કે જેમ વિમાનમાં કહેવામાં આવે છે કે પહેલા તમે પોતાનુ માસ્ક પહેરો પછી બીજાની મદદ કરો. જો તમે ખુદ જ ઘુટનથી જીવી રહ્યા હોય તો પછી તમારા બાળકોને માસ્ક કેવી રીતે લગાવશો. તેણે કહ્યુ કે આજે મારી પાસે એક ઘુટનભર્યા ઘરના બદલે બે ખુશહાલ ઘર છે, તો હું બહુ ખુશ છુ.'

‘મા જ પ્રેરણાદાયક'
જ્યારે સારાને પૂછવામાં આવ્યુ કે તેના પર માતા-પિતામાંથી કોનો વધુ પ્રભાવ છે તો તેણે કહ્યુ કે તેની મા તેના માટે પ્રેરણાદાયક છે પરંતુ તે પોતાના પિતાને પણ ખૂબ પ્રેમ કરે છે. સારાએ કહ્યુ કે તે પોતાની માનુ નામ એટલા માટે લઈ રહી છે કારણકે તે એક સિંગલ પેરેન્ટ છે અને તે એમની સાથે જ રહે છે. તેણે કહ્યુ કે તેની મા તેના માટે જેટલી પ્રેરણાદાયક છે એટલી જ તેની તાકાત છે. તે દોસ્ત છે અને જિંદગી પણ.

હવે લવ આજકલમાં દેખાશે સારા
તમને જણાવી દઈએ કે સારાએ ફિલ્મ કેદારનાથી 2018માં બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. ત્યારબાદ તે રણવીર સિંહ સાથે ફિલ્મ સિંબામાં દેખાઈ હતી. હાલમાં તે પોતાની આવનારી ફિલ્મ લવ આજકલના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં સારા કાર્તિક આર્યન સાથે દેખાશે.












Click it and Unblock the Notifications
