For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 નેશનલ અવૉર્ડ જીતનાર સરોજ ખાને અપનાવ્યો હતો ઈસ્લામ, 13 વર્ષની ઉંમરે થયા હતા લગ્ન

3 નેશનલ અવૉર્ડ જીતનાર કોરિયોગ્રાફર સરોજ ખાનના જીવન વિશે જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડને વધુ એક ઝટકો લાગ્યો છે, હિંદી સિનેમાના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન(71)નુ ગુરુવારે મોડી રાતે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. સરોજ ખાનના નિધનનુ કારણ કાર્ડિયાક અરેસ્ટ બતાવવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદના કારણે સરોજ ખાનને 17 જૂને બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમને કોરોના ટેસ્ટ પણ થયો હતો કે જે નેગેટીવ આવ્યો હતો. સરોજ ખાનના નિધનથી આખુ બૉલિવુડ શોકમાં ડૂબી ગયુ છે.

સરોજ ખાનનુ જીવન બહુ સંઘર્ષમાં ગુજર્યુ

સરોજ ખાનનુ જીવન બહુ સંઘર્ષમાં ગુજર્યુ

તમને જણાવી દઈએ કે શ્રીદેવી-માધુથી લઈને ઐશ્વર્યા રાય-કરીના સુધીની અભિનેત્રીઓને પોતાના ઈશારા પર નાચનારી સરોજ ખાનનુ જીવન ઘણા સંઘર્ષમાં ગુજર્યુ હતુ. સરોજને 200થી વધુ ફિલ્મો માટે કોરિયોગ્રાફી કરી. સરોજ ખાનનુ અસલી નામ નિર્મલા સાધુ સિંહ નાગપાલ હતુ. તેમના જન્મ બાદ સરોજનો પરિવાર વિભાજન બાદ ભારત આવ્યો હતો. તેમણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત ત્રણ વર્ષની ઉંમરમાં કરી હતી. પહેલી પહેલી વાર તે નઝરાના ફિલ્મમાં શ્યામા તરીકે જોવા મળી હતી. ત્યારબાદ 1950ના દશકમાં તે બેકગ્રાઉન્ડ ડાંસરનુ કામ કરતી હતી.

13 વર્ષની ઉંમરમાં થયા હતા પહેલા લગ્ન

13 વર્ષની ઉંમરમાં થયા હતા પહેલા લગ્ન

સરોજ ખાનના લગ્ન 13 વર્ષની ઉંમરે બી સોહનલાલ સાથે થયા હતા જે પહેલેથી જ પરિણીત હતા અને 4 બાળકોના પિતા હતા. તેમના વિશે વાત કરતા સરોજ ખાને કહ્યુ હતુ કે તેમને તો ખબર જ નહોતી કે લગ્ન શું હોય છે, એક દિવસ સોહનલાલજીએ ગળામાં કાળો દોરો બાંધી દીધો હતો ત્યારબાદ પરિવારવાળાએ કહ્યુ કે હવે તુ જા, આ જ તારો પતિ છે. તેમણે પોતાના પતિ પાસેથી ડાંસ શીખ્યો. ત્યારબાદ તે ખુદ કોરિયોગ્રાફર બનવા માટે નીકળી પડ્યા. પહેલા તે આસિસટન્ટ કોરિયોગ્રાફર હતા. ત્યારબાદ 1974માં આવેલી ફિલ્મ ગીતા મેરા નામથી તે સ્વતંત્ર કોરિયોગ્રાફર બની ગઈ.

સરોજ ખાને અપનાવ્યો હતો ઈસ્લામ

સરોજ ખાને અપનાવ્યો હતો ઈસ્લામ

આ લગ્નથી સરોજ ખાનને બે બાળકો છે. સોહનવાલે સરોજ ખાનને છોડી દીધા અને ત્યારબાદ સરોજ ખાને મુંબઈના સરદાર રોશન ખાન સાથે લગ્ન કર્યા અને એક દીકરીને જન્મ આપ્યો. જે અત્યારે દુબઈમાં એક નૃત્ય સંસ્થા ચલાવે છે ત્યારબાદ સરોજ ખાને ઈસ્લામ અપનાવી લીધો હતો. તેમણે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમણે મુસ્લિમ ધર્મ મનથી અપનાવ્યો છે.

English summary
Saroj Khan, dies of cardiac arrest in Mumbai, Read about her life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X