વૈશ્વિક કક્ષાએ લૉન્ચ થશે સત્યાગ્રહનું ટ્રેલર
મુંબઈ, 25 જૂન : ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝાની આવનાર ફિલ્મ સત્યાગ્રહયનું ટ્રેલર લંડન તેમજ મુંબઈ ખાતે એક સાથે લૉન્ચ થશે. તે હકીકતમાં ફિલ્મનું વૈશ્વિક ટ્રલર હશે.

પ્રકાશ ઝાએ જણાવ્યું - અમે સત્યાગ્રહનું ટ્રેલર વૈશ્વિક કક્ષાએ લૉન્ચ કરવા જઈ રહ્યાં છે. અજય દેવગણ તથા કરીના કપૂર લંડનમાં હાજર રહેશે, જ્યારે અમિતાભ બચ્ચન, હું પોતે તેમજ અન્ય સભ્યો મુંબઈ ખાતે રહેશે.
તેમણે જણાવ્યું કે વીડિયો કૉન્ફરંસિંગ વડે અજય અને કરીના મુંબઈમાં એકત્ર થયેલ લોકોને સમ્બોધશે. તેવી જ રીતે અહીં હાજર ફિલ્મના સભ્યો લંડન ખાતેના લોકોને સમ્બોધિત કરશે અને આ કવાયદ ટ્રેલર લૉન્ચિંગ ઈવેંટને વૈશ્વિક બનાવી દશે.
નોંધનીય છે કે સત્યાગ્રહ ફિલ્મ આગામી 23મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અર્જુન રામપાલ તથા મનોજ બાજપાઈ પણ છે. તેનું શૂટિંગ ભોપાલમાં થયું છે અને તેનું પ્રમોશન પણ ત્યાંથી જ થવાનું છે.












Click it and Unblock the Notifications
