પ્રકાશ ઝા ભોપાલથી શરૂ કરશે સત્યાગ્રહનું પ્રમોશન
મુંબઈ, 24 મે : ફિલ્મકાર પ્રકાશ ઝા પોતાની આવનાર સત્યાગ્રહ ફિલ્મનું પ્રમોશન ભોપાલથી શરૂ કરશે કે જ્યાં ફિલ્મના મોટાભાગનું શૂટિંગ થયું છે.

સત્યાગ્રહ ફિલ્મ સાથે જોડાયેલ એક સૂત્રે જણાવ્યું - ભોપાલ પ્રકાશ ઝા માટે ખૂબ જ ખાસ શહેર રહ્યું છે. મધ્ય પ્રદેશમાં તેમણે અત્યાર સુધી જેટલી પણ ફિલ્મોનું શૂટિંગ કર્યું છે, તેમાં ભોપાલ પ્રકાશ ઝાથી ખૂબ જ ક્લોઝ સિટી રહી છે. તેથી પ્રકાશ ઝાએ સત્યાગ્રહની પ્રચાર ઝુંબેશ જૂનના અંતથી ભોપાલથી જ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે સત્યાગ્રહ ફિલ્મ એક પૉલિટિકલ થ્રિલર ફિલ્મ છે કે જેમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં તેમની સાથે મનોજ બાજપાઈ, અર્જન રામપાલ, અજય દેવગણ અને કરીના કપૂર પણ છે.












Click it and Unblock the Notifications
