Pics : બૉલીવુડમાં સ્વબળે સ્થાન બનાવી ખુશ છે રીચા
મુંબઈ, 22 જુલાઈ : ગૅંગ્સ ઑફ વાસેપુર તથા ફુકરે ફિલ્મો દ્વારા વખાણ પામનાર અભિનેત્રી રીચા ચડ્ઢા પોતાના બળે બૉલીવુડમાં જગ્યા બનાવી ખુશ છે.
રીચા ચડ્ઢાએ એક વાતચીતમાં જણાવ્યું - આ મનોરંજન જગતમાં બહેતરીન સમય છે અને હવે અમે કહી શકીએ છીએ કે બૉલીવુડમાં સૌના માટે જગ્યા છે. દિલ્હીના નિવાસી રીચા ચડ્ઢા કહે છે કે તેઓ આ વાતથી વધુ ખુશી અને ગૌરવ અનુભવે છે કે તેમણે વગર ફિલ્મી પૃષ્ઠભૂમિએ પોતાનું સ્થાન બૉલીવુડમાં બનાવ્યું.
રીચા ચડ્ઢા ટુંકમાં જ સંજય લીલા ભાનુશાળીની રામલીલા ફિલ્મમાં દેખાશે કે જે બૉલીવુડમાં તેમની મોટી ફિલ્મ ગણાવાઈ રહી છે. રીચાની તાજેતરમાં જ આવેલી ફિલ્મ ફુકરે સારી એવી સફળ રહી છે, તો ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મમાં તો તેમની એક્ટિંગના જોરદાર વખાણ થઈ ચુક્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ રીચા ચડ્ઢા વિશે વધુ વિગતો :

ઇંતેજારનું ફળ મળ્યું
રીચા ચડ્ઢાએ જણાવ્યું - મારી યાત્રા સરળ નથી રહી, પણ ઇંતેજારનું ફળ મળ્યું છે.

પૂજા ભટ્ટની બૅડમાં રીચા
રીચા ચડ્ઢા હાલ પૂજા ભટ્ટની બૅડ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. તેઓ ફિલ્મના શૂટિંગ માટે ઉદયપુર પહોંચ્યાં છે.

શાનદાર અનુભવ
રીચાએ જણાવ્યું કે તેમને બૅડ ફિલ્મમાં રણદીપ હુડા અને પૂજા ભટ્ટ સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો. આ એક જુદા પ્રકારની ફિલ્મ છે.

રામલીલા મહત્વની ફિલ્મ
રીચા ચડ્ઢા કહે છે કે રામલીલા તેમના માટે એક સ્વપ્ન સાચુ થવા જેવું છે. તેમણે જણાવ્યું કે તેમને આટલી જલ્દી ભાનુશાળી સાથે કામ કરવાની તક મળી ગઈ કે જે તેમના માટે બહુ મહત્વની બાબત છે.

ભાગ્યશાળી છું
રીચાએ એક વાતચીતમાં જણાવ્યું - હકીકતમાં રામલીલા મારા માટે બહુ મોટી તક છે. હું ફિલ્મ અંગે વધુ વાત નથી કરી શકતી, પણ મને લાગે છે કે લોકો ભાનુશાળીની ફિલ્મનો ભાગ બનવા માટે પોતાનું આખું જીવન પસાર કરી દે છે અને મને પોતાના કૅરિયરની શરુઆતમાં જ આ તક મળી ગઈ. મને લાગે છે કે હું બહુ જ ભાગ્યશાળી છું કે લોકો મને સ્વીકારી રહ્યાં છે અને હું બહુ ખુશ છું.












Click it and Unblock the Notifications
