For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો પહેર્યા વિના ફરીને બતાવો', હિજાબ વિવાદ પર ભિડાઈ કંગના અને શબાના

કંગના રનોતે કર્ણાટક હિજાબ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતે કર્ણાટક હિજાબ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. હાલમાં કર્ણાટકમાં એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુશનમાં હિજાબ પહેરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ કેસ હાઈકોર્ટમાં પણ પહોંચી ગયો છે. હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરથી લઈને સ્વરા ભાસ્કર સહિત ઘણા સેલેબ્ઝે પોતાનુ મંતવ્ય દર્શાવ્યુ છે. હવે કંગના રનોતે હિજાબ વિવાદ પર કહ્યુ છે કે જો તમારા લોકોમાં હિંમત ના હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો પહેર્યા વિના ફરીને બતાવો. કંગના રનોતના આ નિવેદન પર અભિનેત્રી શબાના આઝમીએ જવાબ આપ્યો છે.

'હિંમત બતાવવી હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ના પહેરીને બતાવો...'

'હિંમત બતાવવી હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ના પહેરીને બતાવો...'

કંગના રનોતે હિજાબ વિવાદ પર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યુ, 'જો તમે હિંમત બતાવવા માંગતા હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો પહેર્યા વિના ફરીને બતાવો. સ્વતંત્ર થતા શીખો, ખુદને પિંજરામાં બંધ કરવાનુ નહિ.'

'ઈરાનમાં બિકિનીથી બુરખા સુધીની સફર'

'ઈરાનમાં બિકિનીથી બુરખા સુધીની સફર'

કંગના રનોતે લેખક આનંદ રંગનાથને શેર કરેલા પોસ્ટના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં સ્કૂલોમાં ધાર્મિક ડ્રેસ કોડ પર બેન લગાવવાના પક્ષમાં સક્રિય રીતે બોલી રહ્યા છે. લેખક આનંદ રંગનાથને પોતાની પોસ્ટમાં ઈરાન 1973 અને હવે 50 વર્ષના અંતરાલને બતાવ્યો છે. જેમાં બિકિનીથી લઈને બુરખા સુધીની સફર બતાવી છે. લેખક આનંદ રંગનાથને લખ્યુ છે, જે લોકો ઈતિહાસ નથી શીખતા તે આનુ પુનરાવર્તન કરવાના ગુનેગાર છે. આ પોસ્ટમાં બે તસવીર બતાવવામાં આવી છે જેમાં એકમાં મહિલાઓ બિકિની પહેરેલી દેખાઈ રહી છે. વળી, એક તસવીરમાં મહિલાઓ માત્ર બુરખામાં દેખાઈ રહી છે.

શબાનાએ કંગનાને આપ્યો જવાબ

શબાનાએ કંગનાને આપ્યો જવાબ

'જો તમે હિંમત બતાવવા માંગતા હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ન પહેરીને બતાવો' કંગનાના આ નિવેદન પર શબાના આઝમીએ કહ્યુ, 'જો હું ખોટુ બોલી રહી હોય તો સુધારી દેજો, પરંતુ અફઘાનિસ્તાન એક થિએક્રેટિક(ધર્મશાસિત) દેશ છે. પરંતુ જ્યારે મે છેલ્લી વાર ચેક કર્યુ હતુ તો ભારત સેક્યુલર, ડેમોક્રેટિક રિપબ્લિક હતો?'

'તમે સ્કૂલની બહાર જે ઈચ્છો તો પહેરી શકો છો..'

'તમે સ્કૂલની બહાર જે ઈચ્છો તો પહેરી શકો છો..'

અભિનેત્રીથી નેતા બનેલી હેમા માલિનીએ પણ હિજાબ વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી અને એએનઆઈને કહ્યુ હતુ, 'સ્કૂલ શિક્ષણ માટે છે અને ધાર્મિક બાબતોને ત્યાં ના લઈ જવી જોઈએ. દરેક સ્કૂલમાં એક યુનિફૉર્મ હોય છે જેનુ સમ્માન કરવુ જોઈએ. તમે સ્કૂલની બહાર જે ઈચ્છો એ પહરી શકો છો.'

'કર્ણાટકમાં જે થઈ રહ્યુ છે તે અશાંતિ ભડકાવી રહ્યુ છે'

'કર્ણાટકમાં જે થઈ રહ્યુ છે તે અશાંતિ ભડકાવી રહ્યુ છે'

કમલ હાસને પણ અશાંતિનુ આહ્વાન કર્યુ હતુ અને ટ્વિટ કર્યુ હતુ, 'કર્ણાટકમાં જે થઈ રહ્યુ છે તે અશાંતિ ભડકાવી રહ્યુ છે. જૂઠ ન બોલનાર છાત્રો વચ્ચે ધાર્મિક ઝેરની દિવાલ ઉભી કરવામાં આવી રહી છે. એક દિવાલ આગળ પડોશી રાજ્યમાં જે થઈ રહ્યુ છે તે તમિલનાડુમાં ન આવવુ જોઈએ. પ્રગતિશીલ તાકાતો માટે વધુ સાવચેત રહેવાનો સમય આવી ગયો છે.'

જાવેદ અખ્તરે કહ્યુ - હું હિજાબ કે બુરખાના પક્ષમાં નથી..

જાવેદ અખ્તરે કહ્યુ - હું હિજાબ કે બુરખાના પક્ષમાં નથી..

જાવેદ અખ્તરે હિજાબ વિવાદ પર ટ્વિટ કર્યુ, 'હું હિજાબ કે બુરખાના પક્ષમાં ક્યારેય નથી રહ્યો. હું આજે પણ પોતાની વાત પર ટકેલો છુ પરંતુ હું આ સાથે છોકરીઓને નાના ગ્રુપને ડરાવવાની કોશિશ કરતી બદમાશોની ભીડની નિંદા કરુ છુ. તે પણ આમાં સફળ નથી થઈ રહ્યા. શું આ જ તેમની બહાદૂરી છે, શરમની વાત છે આ.'

English summary
Shabana Azmi on Kangana Ranaut statement show courage by not wearing burqa in Afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X