ધર્મેન્દ્રને કિસ કરવાનુ કોણ ના ઈચ્છે? કિસિંગ સીન પર શબાના આઝમીએ આપ્યુ જબરદસ્ત રિએક્શન
Shabana Azmi And Dharmendra Kissing Scene: કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરી 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીએ કિસિંગ સીન આપ્યા છે, જેના કારણે બંને લાઈમલાઈટમાં છે.
હવે આ અંગે અભિનેત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં શબાના આઝમીએ જણાવ્યું કે ધર્મેન્દ્ર સાથે કિસિંગ સીનનો અનુભવ કેવો રહ્યો. અભિનેત્રીએ કહ્યું, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ સીન આટલો બૉઝ કરશે. શુટિંગ દરમિયાન તેને લઈને ક્યારેય કોઈ સમસ્યા ન હતી.

શબાનાએ કહ્યુ કે જો કે એ વાત એકદમ સાચી છે કે મે મારી આખી કારકિર્દીમાં આટલા કિસિંગ સીન નથી કર્યા. પરંતુ ધર્મેન્દ્ર જેવા હેન્ડસમ અભિનેતાને કિસ કરવાનુ કોણ ના ઈચ્છે. જ્યારે તેમણે ધર્મેન્દ્ર સાથે કિસિંગ સીન કર્યો ત્યારે તેમના પતિ અને લેખક જાવેદ અખ્તરની પ્રતિક્રિયા કેવી હતી.
આના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, 'તેમને એની કોઈ પરવા નથી. પરંતુ જે બાબત તેમને મારા વિશે પરેશાન કરે છે તે મારું રાઉડી વર્તન છે. આખી ફિલ્મ દરમિયાન હું તાળીઓ પાડતી રહી અને ખૂબ બૂમો પાડતી રહી. આ સ્થિતિમાં, તે એવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે હું આ મહિલાને ઓળખતો નથી.
અગાઉ, કિસિંગ સીન પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, 'જ્યારે કરણ જોહરે મારી સાથે આ સીન અંગે ચર્ચા કરી ત્યારે મને આની આશા નહોતી. પરંતુ મને લાગ્યું કે આ પ્રકારના સીન ફિલ્મમાં જરૂરી છે, તેથી મેં આ સીન કરવા માટે સંમતિ આપી. તેની ફરજ પડી ન હતી. હું માનું છું કે રોમાંસની કોઈ ઉંમર હોતી નથી. આ કરતી વખતે મને અને શબાના બંનેને કોઈ પણ રીતે અજુગતું લાગ્યું નહીં.
શબાના આઝમીએ ફિલ્મ રૉકી અને રાનીકી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્રના લવની ભૂમિકા ભજવી હતી. જ્યારે જયા બચ્ચન આ ફિલ્મમાં તેમની પત્ની બની છે. ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની કેમેસ્ટ્રીએ ચાહકોના દિલ જીતી લીધા હતા. રિલીઝના ત્રણ દિવસમાં જ ફિલ્મે 46 કરોડનું કલેક્શન કરી લીધું. આ ફિલ્મ આવનારા દિવસોમાં શું કમાલ કરી શકે છે તે જોવું રહ્યું.












Click it and Unblock the Notifications
