શાહરુખ ખાનનો દીકરો આર્યન બ્રાઝિલની આ હસીનાને કરી રહ્યો છે ડેટ, એકબીજાના પરિવારને કરે છે ફૉલો!
Aaryan Khan Dating: બૉલિવુડના બાદશાહ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ટૂંક સમયમાં પોતાની વેબ સીરિઝ 'સ્ટારડમ' લઈને આવી રહ્યો છે. આ સાથે તે ડિરેક્ટર તરીકે બૉલિવુડમાં પગરણ માંડશે. આ બધાની વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે કે આર્યન ખાને પોતાનું દિલ એક સુંદર અભિનેત્રીને આપી દીધું છે.
જોકે આર્યન ખાન પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવાનું પસંદ કરે છે. પરંતુ ચાહકો તેના અંગત જીવનમાં ઘણો રસ બતાવે છે. ઘણી વખત તેનું નામ અનન્યા પાંડે અને ક્યારેક શનાયા કપૂર સાથે જોડવામાં આવ્યું છે, જોકે આર્યને આ અફવાઓ પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે તે બ્રાઝિલની અભિનેત્રી લારિસા બોનેસીને ડેટ કરી રહ્યો છે.

એક Reddit યુઝરે આર્યન અને લારિસાના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે. આ વીડિયો ડીજે માર્ટિન ગેરિક્સની ઈવેન્ટનો છે જેમાં આર્યન અને લારિસા સાથે જોવા મળે છે. હવે એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરી અને દાવો કર્યો કે, 'થોડા દિવસો પહેલા મેં એક કોમેન્ટ વાંચી હતી કે આર્યન લારિસાને ડેટ કરી રહ્યો છે.'
આ યુઝરે આગળ લખ્યું, 'જ્યારે મેં આ જોયું, ત્યારે મેં આર્યન ખાનનું આખું ઇન્સ્ટાગ્રામ ચેક કર્યું અને જોયું કે તે લારિસા અને તેના આખા પરિવારને ફોલો કરે છે. લારિસા પણ આર્યન ખાન અને તેના સમગ્ર પરિવાર સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલ છે. લારિસાની માતાના જન્મદિવસ પર પણ આર્યન ખાને તેને ગિફ્ટ મોકલી હતી, જેને તેણે સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી.
જો કે, યુઝરનું એમ પણ કહેવું છે કે તેણે આ વાતનો અંદાજો લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે લારિસા બોનેસી વ્યવસાયે મોડલ અને ડાન્સર છે. તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે વિશાલ મિશ્રાના ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમની ફિલ્મ 'દેશી બૉયઝ'ના ગીત 'સુબહ હોને ના દે'માં પણ લારિસા જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
