For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેલમાંથી આર્યન ખાન મુક્ત પરંતુ કોર્ટની આ 14 શરતોનુ ઉલ્લંઘન કર્યુ તો ફરીથી જવુ પડશે સળિયા પાછળ

બૉમ્બે હાઈકોર્ટે આર્યન ખાન અને અન્યને જામીન 14 શરતો પર આપ્યા છે. જાણો આ શરતો કઈ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને મુક્ત કરી દેવામાં આવ્યો છે. શનિવાર(30 ઓક્ટોબર)ના રોજ 11.15 વાગે આર્યન ખાનને જેલની કાર્યવાહી પૂરી થયા બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આર્યન ખાન સાથે-સાથે અન્ય આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાની મુક્તિ થઈ છે. આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)એ 2 ઓક્ટોબરની રાતે ક્રૂઝ રેવ પાર્ટી દરમિયાન પકડ્યો હતો અને 3 ઓક્ટોબરની રાતે ધરપકડ કરવામાં આવી હતી. ચાર જામીન અરજી ફગાવી દીધા બાદ બૉમ્બે હાઈકોર્ટે 28 ઓક્ટોબરે આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ મામલે જામીન આપી દીધા હતા. બૉમ્બે હાઈકોર્ટે આર્યન ખાન અને અન્યને જામીન 14 શરતો પર આપ્યા છે. કોર્ટે એ પણ કહ્યુ છે કે જો આ 14માંથી એક પણ શરતનુ ઉલ્લંઘન થયુ તો જામીન રદ કરી દેવામાં આવશે.

દેશ છોડીને નહિ જઈ શકે આર્યન ખાનઃ બૉમ્બે હાઈકોર્ટ

દેશ છોડીને નહિ જઈ શકે આર્યન ખાનઃ બૉમ્બે હાઈકોર્ટ

બૉમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જે શરતો પર જામીન આપ્યા છે તેમાં કહ્યુ છે કે એનડીપીએસ કોર્ટની પૂર્વ અનુમતિ વિના આર્યન ખાન દેશ છોડીને નહિ જઈ શકે. આર્યન ખાનને આ ઉપરાંત પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આવો, જાણીએ કઈ 14 શરતો પર આર્યન ખાનની થઈ છે મુક્તિ.

1. જામીનની પહેલી શરત છે - કોર્ટ સમક્ષ એક લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ ભરવા પડ્યા છે. આ એક લાખના પર્સનલ બૉન્ડ શાહરુખની દોસ્ત અને અભિનેત્રી જૂહી ચાવલાએ ભર્યા છે.

2. એનડીપીએસ કોર્ટમાંથી મંજૂરી વિના આર્યન ખાન ના તો દેશ છોડીને જઈ શકે છે અને ના કોઈ વિદેશ યાત્રા પ્લાન કરી શકે છે.

3. કોર્ટ સામે પાસપોર્ટ પણ સરેન્ડર કરવો પડશે.

ડ્ર્ગ્સ કેસ વિશે મીડિયામાં નિવેદન નહિ આપી શકે આર્યન ખાનઃ બૉમ્બે હાઈકોર્ટ

ડ્ર્ગ્સ કેસ વિશે મીડિયામાં નિવેદન નહિ આપી શકે આર્યન ખાનઃ બૉમ્બે હાઈકોર્ટ

4. બૉમ્બે હાઈકોર્ટે જામીન માટે ચોથી શરત એ રાખી છે કે એનસીબીના તપાસ અધિકારીને જણાવ્યા વિના આર્યન ખાન અને અન્ય આરોપી મુંબઈ છોડીને પણ નહિ જઈ શકે.

5. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સહ આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચા સાથે આર્યન ખાન કોઈ વાત નહિ કરી શકે એટલે કે ત્રણે આરોપીઓને પરસ્પર વાત કરવાની મનાઈ છે.

6. બૉમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને સ્પષ્ટ કહ્યુ છે કે તે આ ડ્રગ્સ કેસ વિશે મીડિયામાં કોઈ નિવેદન નહિ આપી શકે. સોશિયલ મીડિયા કોઈ પણ આ કેસ સાથે જોડાયેલી પોસ્ટ કે માહિતી શેર નહિ કરી શકે.

7. કેસની સુનાવણી દરમિયાન દર તારીખે આર્યન ખાનને અદાલતમાં ઉપસ્થિત રહેવુ પડશે.

આ શરતોનુ ઉલ્લંઘન થવા પર જામીન રદ કરી દેવામાં આવશેઃ બૉમ્બે હાઈકોર્ટ

આ શરતોનુ ઉલ્લંઘન થવા પર જામીન રદ કરી દેવામાં આવશેઃ બૉમ્બે હાઈકોર્ટ

8. બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ છે કે એનસીબી કાર્યાલયમાં દર શુક્રવારે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પોતાની ઉપસ્થિતિ નોંધાવવી પડશે.

9. જ્યારે પણ પૂછવામાં આવે કે બોલાવવામાં આવે આર્યન ખાને તપાસમાં શામેલ થવુ પડશે.

10. કોઈ પણ આરોપીના કારણે ટ્રાયલમાં વિલંબ ન થવો જોઈએ.

11. બૉમ્બે હાઈકોર્ટે એ પણ કહ્યુ છે કે હવે ક્યારેય પણ આ પ્રકારના સમાન ગુનામાં લિપ્ત નહિ થાય.

12. પુરાવા સાથે છેડછાડ ન થવી જોઈએ.

13. બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ કે આર્યન ખાન સહિત જે-જે લોકોને જામીન આપવામાં આવી રહ્યા છે તેમની કોઈ પણ કામ કે એક્શનથી તપાસ પર પ્રતિકૂળ પ્રભાવ ન પડવો જોઈએ.

14. સૌથી છેલ્લા બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ કે જો આ શરતોનુ ઉલ્લંઘન થશે તો જામીન રદ કરી દેવામાં આવશે.

English summary
Shah Rukh Khan son walk out of jail know about Bombay High Court 14 bail conditions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X