For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૃતકના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવે, લોકોની ભલાઈ માટે RO પ્લાન્ટ લગાવે શાહરુખ ખાનઃ ગુજરાત HC

શાહરુખ ખાનની ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન દરમિયાન થયેલ એક વ્યક્તિના મોત કેસમાં ગુજરાત હાઈકોર્ટે સૂચન કર્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ પાંચ વર્ષ પહેલા શાહરુખ ખાનની ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન દરમિયાન થયેલ એક વ્યક્તિના મોત કેસમાં ગુજરાત હાઈકોર્ટે અભિનેતાને મૃતકના પરિવારની મદદ કરવાની સલાહ આપી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યુ છે કે શાહરુખ ખાન મૃતકના પરિવારની મદદ કરે અને એક આરઓ પ્લાન્ટ લગાવી દે તો આનાથી સારો સંદેશ જશે. ત્યારબાદ શાહરુખ સામે નોંધવામાં આવેલ કેસને ખતમ કરી દેવામાં આવશે.

શું છે શાહરુખ ખાન સામે કેસ

શું છે શાહરુખ ખાન સામે કેસ

વર્ષ 2017માં શાહરુખ ખાન પોતાની ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન માટે ટ્રેનથી ગુજરાત પહોંચ્યા હતા. આ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર શાહરુખ ખાન પહોંચ્યા બાદ ઉમટી પડેલી ભીડ વચ્ચે એક વ્યક્તિનુ મોત થઈ ગયુ હતુ. આ કેસમાં મૃતકનો પરિવાર મોત માટે શાહરુખ ખાનની ફિલ્મના પ્રમોશનના કાર્યક્રમને ગણાવીને અભિનેતા સામે કોર્ટમાં ગયા હતા.

શાહરુખ ખાન કેસ ખતમ કરવા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા

શાહરુખ ખાન કેસ ખતમ કરવા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા

પોતાની સામે નોંધાયેલ કેસને લઈને શાહરુખ ખાન ગુજરાત હાઈકોર્ટમાં ગયા. શાહરુખ ખાને ગુજરાત હાઈકોર્ટને ભલામણ કરી કે તેમની સામે નોંધાયેલ કેસને રદ કરવામાં આવે. અદાલતે બંને પક્ષોને સાંભળ્યા બાદ કહ્યુ કે શાહરુખ ખાન સામે કોઈ ગુનાહિત કેસ નથી બનતો પરંતુ તે અભિનેતાને અમુક સલાહ જરુર આપવા માંગશે જેનાથી મૃતકના પરિવારની મદદ થઈ જાય અને આ કેસ પણ ખતમ થઈ જાય.

મૃતકના પરિવારની મદદ કરે શાહરુખ

મૃતકના પરિવારની મદદ કરે શાહરુખ

ગુરુવારે કેસની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ નિખિલ કરિયલે શાહરુખ ખાનના વકીલ મિહિર ઠાકોરને પૂછ્યુ કે શું એક્ટર 500-100 લીટર ક્ષમતાનો આરઓ પ્લાન્ટ લગાવડાવી દેશે, જેનાથી આવનારા વર્ષોમાં લોકોને ફાયદો થશે. આના પર ઠાકોરે કહ્યુ કે કોઈ પણ સૂચન ચોક્કસપણે શાહરુખ ખાન સાંભળશે. આરઓ પ્લાન્ટ ઉપરાંત જજે શાહરુખ ખાનને મૃતકના બાળકોના અભ્યાસમાં મદદ કરવાનુ પણ સૂચન કર્યુ છે. શુક્રવારે ફરીથી આ કેસ પર ચર્ચા થશે.

હાલમાં પઠાણના શૂટિંગમાં બિઝી છે શાહરુખ ખાન

હાલમાં પઠાણના શૂટિંગમાં બિઝી છે શાહરુખ ખાન

શાહરુખ ખાન હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ પઠાનનુ શૂટિંગ કરી રહ્યા છે. આ વર્ષે આ ફિલ્મ પૂરી થઈ જશે. શાહરુખે આવતા વર્ષે 2023માં 25 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ કરવાનુ એલાન કર્યુ છે. શાહરુખ ખાન છેલ્લી વાર 2018માં આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બાદ તે મોટા પડદાથી દૂર છે. પઠાનથી તે મોટા પડદો વાપસી કરશે.

English summary
Shah Rukh Khan suggested by Gujarat HC to support victim children of 'Raees' promotion stampede
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X