Pics : એક્શન ફિલ્મો બદલશે શાહિદ કપૂરની કિસ્મત!
મુંબઈ, 1 ઑગસ્ટ : બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર પોતાની આવનાર ફિલ્મો ફટા પોસ્ટર નિકલા હીરો તથા રૅમ્બો રાજકુમારમાં એક્શન તથા સ્ટંટથી ભરપૂર પોતાની ભૂમિકાઓ અંગે બહુ જ ઉત્સાહિત છે. જોકે તેઓ એમ નથી ઇચ્છતાં કે તેમની ઉપર દક્ષિણ ભારતીય એક્ન અપનાવનાર અભિનેતા તરીકેનો થપ્પો લાગે.
રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફટા પોસ્ટર નિકલા હીરોનું નિર્માણ પૂર્ણ થતા યોજાયેલ રૅપ અપ પાર્ટીમાં 31 વર્ષીય શાહિદ કપૂરે જણાવ્યું કે એક્શન ફિલ્મો કરવાનો દક્ષિણ ભારતીય સંબંધ નથી. આપણે તેને દક્ષિણ ભારતીય કહેવું બંધ કરવું જોઇએ, કારણ કે આજે દર બીજી ફિલ્મમાં આ પ્રકારના એક્શન દૃશ્યો હોય છે અને લોકો તેને પસંદ કરે છે.
નોંધનીય છે કે ફટા પોસ્ટર નિકલા હીરોમાં શાહિદ કપૂર સાથે નરગિસ ફખરી અને ઇલિયાના ડીક્રૂઝ છે, તો રૅમ્બો રાજકુમારમાં સોનાક્ષી સિન્હા શાહિદ સાથે સ્ક્રીન શૅર કરી રહ્યાં છે.
રૅપ પાર્ટીમાં રાજકુમાર સંતોષી અને ઇલિયાના ડીક્રૂઝ સહિત અનેક ફિલ્મી હસ્તીઓ પણ હાજર હતી :

તો ખુશી થશે મને
શાહિદે જણાવ્યું - જો લોકોને ફિલ્મ પસંદ પડે, તો મને ખુશી થશે, કારણ કે મેં પ્રથમ વાર આ પ્રકારના એક્શન દૃશ્યો કર્યાં છે.

રૅમ્બો રાજકુમારમાં પણ એક્શન
શાહિદની વધુ એક ફિલ્મ રૅમ્બો રાજકુમારમાં પણ આવાં જ એક્શન દૃશ્યો છે. શાહિદે જણાવ્યું - બંને ફિલ્મોમાં ઘણાં બધાં એક્શન દૃશ્યો છે અને હું ઉત્સાહિત છું.

ઇલિયાના પણ કરશે સ્ટંટ
ફટા પોસ્ટર નિકલા હીરોમાં ઇલિયાના ડીક્રૂઝ પણ સ્ટંટ કરતાં દેખાશે કે જે અંગે તેઓ ગભરાયેલા હતાં. શાહિદે જણાવ્યું - જ્યારે અમે સ્ટંટ દૃશ્યોનું શૂટિંગ કરતા હતાં, તો ઇલિયાના થોડોક ગભરાટ અનુભવતા હતાં, પણ અમે રિહર્સલ કર્યું.

રાજકુમાર સંતોષી દિગ્દર્શક
ફટા પોસ્ટર નિકલા હીરોના દિગ્દર્શક રાજકુમાર સંતોષી છે કે જેઓ રૅપ અપ પાર્ટીમાં પત્ની મનીલા સંતોષી સાથે હાજર રહ્યા હતાં.

માસાંતે રિલીઝ
ફટા પોસ્ટર નિકલા ફિલ્મમાં નરગિસ ફખરી પણ છે. આ ફિલ્મ આગામી 23મી ઑગસ્ટે રિલીઝ થવાની છે.

મીકા સિંહ
ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મની રૅપ-અપ પાર્ટીમાં મીકા સિંહ પણ હાજર રહ્યા હતાં.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
