સફળતાના સંતોષે રજા પર ઉતર્યો ‘રાજકુમાર’, પહોંચ્યો લૉસ એંજલ્સ
મુંબઈ, 24 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર રજા પર ઉતરી ગયાં છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી આર રાજકુમાર ફિલ્મની શાનદાર સફળતાના સંતોષ સાથે શાહિદ કપૂરે થાક ઉતારવા થોડોક સમય વિરામ લેવાનો નિર્ણય કર્યો છે. શાહિદ કપૂર હાલ લૉસ એંજલ્સમાં છે અને થોડાક સપ્તાહ બાદ કામે પરત ફરશે.
નોંધનીય છે કે શાહિદ કપૂરનું બૉલીવુડ કૅરિયર આ વર્ષના આરંભે ડગુમગુ હતું. કરીના કપૂર સાથેના લફરા દરમિયાન હાઈલાઇટમાં રહેનાર શાહિદને કરીનાનો સાથ છુટ્યા બાદ બૉલીવુડમાં થોડોક સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ વર્ષ 2013 તેમના માટે સારૂ રહ્યું છે અને તેમની છેલ્લી ફિલ્મ આર રાજકુમાર સરેરાશ સફળ રહી છે કે જેમાં તેમના હીરોઇન સોનાક્ષી સિન્હા હતાં.
શાહિદ કપૂરે મંગળવારે ટ્વિટર પર લખ્યું - એલ. એ. (લૉસ એંજલ્સ)માં ઉતર્યો છું. થોડાક અઠવાડિયાના વિરામ પર છું. ચમક અને તડકો જોઈ રહ્યો છું. અધિકૃત રીતે રજા પર છું. પ્રભુ દેવા દિગ્દર્શિત આર રાજકુમારે બે સપ્તાહમાં 64.43 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. ઉપરાંત શાહિદ કપૂર કદાચ એ બાબતે પણ સંતુષ્ટ હશે કે તેમની અગાઉની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરો પણ સારી ચાલી હતી.
આવો તસવીરો સાથે જોઇએ શાહિદની આ વર્ષની ફિલ્મી સફર :

બૉમ્બે ટૉકીઝથી શરુઆત
શાહિદ કપૂરે વર્ષ 2013ની શરુઆત બૉમ્બે ટૉકીઝથી કરી હતી. જોકે આ તેમની ફિલ્મ નહોતી, પરંતુ શાહિદ આ ફિલ્મમાં કેમિયો રોલમાં નજરે પડ્યા હતાં.

પીપીએનએચ
શાહિદ કપૂરની આ વર્ષની પ્રથમ લીડ રોલ ધરાવતી ફિલ્મ હતી ફટા પોસ્ટર નિકલા હીરો. આ ફિલ્મમાં તેમની સાથે નરગિસ ફખરી હતાં અને ફિલ્મે મહદઅંશે સફળતા પ્રાપ્ત કરી હતી.

આર રાજકુમાર
શાહિદના ડગુમુગ કૅરિયરને સાચવી પ્રભુ દેવા દિગ્દર્શિત આર રાજકુમાર ફિલ્મે. આ ફિલ્મે બે સપ્તાહમાં ચોસઠ કરોડથી વધુ કમાણી કરી નાંખી છે. આ સાથે જ સફળતાના સંતોષ સાથે શાહિદ રજા ઉપર ઉતરી ગયાં છે.

લૉસ એંજલ્સમાં શાહિદ
શાહિદ કપૂરે મંગળવારે ટ્વિટર પર લખ્યું - એલ. એ. (લૉસ એંજલ્સ)માં ઉતર્યો છું. થોડાક અઠવાડિયાના વિરામ પર છું. ચમક અને તડકો જોઈ રહ્યો છું. અધિકૃત રીતે રજા પર છું.

હૈદર
શાહિદ કપૂરની આગામી ફિલ્મ હૈદર છે કે જેમાં તેમના હીરોઇન શ્રદ્ધા કપૂર છે.












Click it and Unblock the Notifications
