ઇંટરનેટ પર ધૂમ મચાવતી સોનાક્ષી-શાહિદની ગંદી બાત
મુંબઈ, 22 ઑક્ટોબર : લાગે છે કે શાહિદ કપૂરના સિતારા ફરી ચમકી રહ્યાં છે. એટલે જ તો તેમની ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મે સારી સફળતા મેળવી, તો આવનાર ફિલ્મ આર રાજકુમારના ગીત ગંદી બાત... એ પણ ઇંટરનેટ ઉપર ધૂમ મચાવી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે ગંદી બાત... ગીતે માત્ર ત્રણ જ દિવસમાં દસ લાખ કરતા વધુ હિટ્સ મેળવી છે.

નોંધનીય છે કે ફિલ્મ આર રાજકુમારમાં શાહિદ કપૂર સાથે પ્રથમ વાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા નજરે પડશે. અગાઉ ફિલ્મનું નામ રૅમ્બો રાજકુમાર હતું. હવે તે આર રાજકુમાર થઈ ગયું છે. ફિલ્મનું ઑફિસિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દિગ્દર્શક પ્રભુ દેવા છે, તો નિર્માતા સુનીલ લુલા અને વિક્કી રાજાણી. ફિલ્મ 6ઠી ડિસેમ્બરે રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
