ત્રીજી વાર પપ્પા બની શાહરુખ ખુશ અને દુઃખી પણ છે

મુંબઈ, 4 જુલાઈ : અને આખરે પોતાના ત્રીજી પુત્રની વાત અંગે થતા સળવળાટ મુદ્દે બૉલીવુડ કિંગ ખાન એટલે કે શાહરુખે મૌન તોડ્યું છે. પોતાની આવનાર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે કિંગ ખાને મીડિયા સામે આ વાત સ્વીકારી લીધી કે તેઓ પુનઃ એક વાર પપ્પા બની ગયાં છે. તેમનું ત્રીજું સંતાન પુત્ર જ છે, પરંતુ આના કરતાં શાહરુખે વધુ કંઈ કહ્યું નહીં. શાહરુખે જણાવ્યું કે આ તેમની પર્સનલ મૅટર છે કે જે સમ્પૂર્ણપણે ખાનગી અને વ્યક્તિગત રહેવા દો.

shahrukh-deepika

હા જી, કિંગ ખાન ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે એટલું જરૂર બોલ્યાં કે પપ્પા બનતાં તેઓ ખુશ પણ છે અને દુઃખી પણ. ખુશી આ બાબતની છે કે તેઓ પપ્પા બની ગયાં, પરંતુ દુઃખ એ વાતનો પણ છે કે તેમનો પુત્ર જલ્દી દુનિયામાં આવી ગયો. આ પ્રીમૅચ્યોર ડિલીવરી છે. તેથી તેમના પુત્રનું વજન બહુ ઓછુ છે. તેથી હજી તેને ખાસ સંભાળની જરૂર છે. મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે ફિલ્મના નાયિકા દીપિકા પાદુકોણે પણ ઉપસ્થિત હતાં.

નોંધનીય છે કે શાહરુખ ખાન અને ગૌરી ખાનના ઘરે ત્રીજા બાળકનો જન્મ થયો છે કે જે સરોગેટ ચાઇલ્ડ છે. તેનું નામ અબ્રાહમ છે. કહે છે કે અબ્રાહમને સરોગેસી વડે શાહરુખના પત્ની ગૌરીના ભાભી નમિતા છિબ્બરે જન્મ આપ્યો છે, પરંતુ જો એવું હોય, તો પછી નવજાત બાળકના માતા-પિતાનું નામ શાહરુખ-ગૌરીના નામે કેમ રજિસ્ટર્ડ કરાવાયું, તે બાબત પરથી પડદો ઉંચકાવો બાકી છે. શાહરુખ-ગૌરી ત્રીજા બાળકના પિતા બનવા અંગેની પુષ્ટિ બીએમસીએ પણ કરી દીધી છે કે જે કોઈ પણ બાળકના જન્મની નોંધણી કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X