શાહરુખ-ગૌરીએ પૂરા કર્યા 25 વર્ષ, ક્યૂટ ફિલ્મી રોમાંસ જુઓ તસવીરોમાં

Written By:
Subscribe to Oneindia News

શાહરુખ ખાન અને ગૌરી આજે પોતાની 25 મી લગ્નતિથિ મનાવી રહ્યા છે અને સૌ કોઇ તેમને અભિનંદન પાઠવી રહ્યુ છે. જુઓ શાહરુઅખ ખાન અને ગૌરીની ખાસ તસવીરો.

shahrukh-gauri

બૉલીવુડના બાદશાહ અને કિંગ ખાન અને તેમની રિયલ લાઇફ ક્વીન એટલે કે ગૌરી ખાન આજે તેમની 25 મી લગ્નતિથિ મનાવી રહ્યા છે. 25 વર્ષોથી ચાલી આવતી શાહરુખ ગૌરીની લવ સ્ટોરી પણ કંઇ ઓછી રસપ્રદ નથી.

shahrukh-gauri 2

શાહરુખ ખાન અને ગૌરી ખાન કોઇ ફિલ્મી પરિવારમાંથી નથી આવતા. એક સપનુ શાહરુખ ખાને જોયુ, બૉલીવુડ અને લોકોના દિલ પર રાજ કરવાનું સપનુ અને તે સપનાને પૂરુ કરવામાં શાહરુખ ખાનનો સાથ ગૌરી ખાને આપ્યો અને આ સિલસિલો 25 વર્ષથી સતત ચાલુ છે.

shahrukh-gauri 3

શાહરુખ ખાન અને ગૌરીની અમે આજે અમુક તસવીરો લાવ્યા છે જેમાં તમને તેમની રિયલ લાઇફ કેમેસ્ટ્રી પણ જોવા મળશે. ટ્વીટર પર 25 Years of SRK Gauri ટ્રેંડ ચાલી રહ્યો છે અને શાહરુખના ફેંસ તેને અભિનંદન આપી રહ્યા છે.

shahrukh-gauri 4

રોમાંસના બાદશાહ કિંગ ખાન રિયલ લાઇફમાં આટલા રોમેંટીક નથી. જો કે એ તો બધા જાણે છે કે શાહરુખ અને ગૌરી બૉલીવુડના સૌથી સ્ટ્રોંગ કપલ છે અને આજે તેઓ તેમના લગ્નજીવનના 25 વર્ષ પૂરા કરી રહ્યા છે. 25 ઑક્ટોબર 1991 ના દિવસે શાહરુખ ખાન અને ગૌરી છિબ્બર લગ્નના બંધનમાં બંધાયા હતા.

shahrukh-gauri 5

જો કે તેમની નાનકડી લવ સ્ટોરીમાં ઘણા મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોતાના એક ઇંટરવ્યૂમાં શાહરુખ ખાન જણાવે છે કે તે ગૌરીને 1984 માં મળ્યા હતા. ગૌરી એ પહેલી છોકરી હતી જેની સાથે તેણે ડાંસ કર્યો હતો. શાહરુખ અને ગૌરી ઘણા વર્ષોથી સાથે હતા પરંતુ ગૌરીને પ્રપોઝ કરવાનું શાહરુખ માટે અઘરુ હતુ.

shahrukh-gauri 6

એક વાર શાહરુખ ગૌરીને ડ્રોપ કરવા જઇ રહ્યા હતા. તેણે ગૌરીને ડ્રોપ કરી પ્રપોઝ કર્યુઅને જવાબ સાંભળ્યા વગર જ ભાગી ગયો. આ વાત યાદ કરતા શાહરુખ કહે છે કે સીધી વાત છે કે ગૌરીનો જવાબ હા જ હતો.

shahrukh-gauri 7

ગૌરી છિબ્બરે 21 વર્ષની ઉંમરમાં પોતાની સરનેમ ખાન કરી લીધી. આટલી નાની ઉંમરમાં લગ્ન કરવાના બધા વિરોધમાં હતા. તેમના માતા-પિતા તો મુસ્લિમ છોકરા જોડે લગ્નના પણ વિરોધી હતા પરંતુ તેમણે હિંમત ન હારી અને બધાને મનાવી લીધા.

shahrukh-gauri 8

તે સમયમાં શાહરુખ પાસે ન તો કામ હતુ કે ન નામ. તે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી રહ્યો હતો. જ્યારે ગૌરી ઓએ નામની એક ચેનલ પર મ્યૂઝિક શો હોસ્ટ કરતી હતી. શાહરુખ ખાન અને ગૌરીની લવ સ્ટોરી કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી. તેમની સ્ટોરીમાં દરેક વસ્તુ છે માટે જ કરણ જોહર તેમની લવ સ્ટોરીને પડદા પર ઉતારવા માંગતા હતા.

shahrukh-gauri 9

આ શાહરુખ ખાન અને ગૌરી ખાનની લગ્નની તસવીર છે. બંનેએ પરિવારની મરજીથી પારંપરિક રીતે લગ્ન કર્યા હતા. ગૌરી અને શાહરુખ બૉલીવુડમાં પરફેક્ટ બૉંડિંગ માટે શરુઆતથી જ જાણીતા છે. પહેલા પણ કોઇ પણ પાર્ટીમાં તેઓ એકબીજાનામાં જ ખોવાયેલા નજરે પડતા હતા અને આજે પણ આ જ હાલ છે.

shahrukh-gauri 10

બંનેની એક ક્યૂટ તસવીર જે ઘણુ બધુ કહી જાય છે.

English summary
Shahrukh Khan and Gauri Khan are celebrating their 25th marriage anniversary
Please Wait while comments are loading...