Pics: શાહરૂખ-કાજોલના આ ગીતથી થઈ જશે પ્રેમ
રોહિત શેટ્ટીની "દિલવાલે" હાલમાં સમાચારોમાં છે. જી હા, ફિલ્મનું એક રોમેન્ટીક ટ્રેક આઈસલેન્ડમાં શૂટ કરવામાં આવી રહ્યું છે. જેમાં શાહરૂખ ખાન અને કાજોલ રોમાન્સ કરતા નજરે પડશે. કિંગ ખાન પણ સમયાંતરે આ ગીત અંગે ફેન્સને માહિતી આપી રહ્યાં છે.
હાલમાં શૂટની આ તસવીરો ઘણી વાઈરલ થઈ રહી છે. જેમાં શાહરૂખ અને કાજોલ ગીતનું શુટીંગ કરતા નજરે પડી રહ્યાં છે. લોકેશન પણ ઘણું રોમેન્ટીક લાગી રહ્યું છે. વેલ આ ગીતને લઈને ફેન્સમાં ઘણો ઉત્સાહ છે. હોય પણ કેમ નહીં એક લાંબા અંતરાલ બાદ શાહરૂખ કાજોલની જોડી સ્ક્રીન પર જોવા મળશે.
જોઈએ શૂટીંગની તસવીરો

દિલવાલે
દિલવાલેનો આ રોમેન્ટીક ટ્રેક આઈસલેન્ડમાં શૂટ કરવામાં આવી રહ્યો છે. આ લોકેશનની સુંદરતા તસવીરમાં નિહાળી શકાય છે.

શાહરૂખ-ફરાહ
આ ગીતની કોરોયોગ્રાફી ફરાહખાન કરી રહ્યાં છે. શાહરૂખ સાથે ફરાહની તસવીર

કાજોલ-ફરાહ
તસવીરી પોઝ આપતી કાજોલ-ફરાહ ખાન. બંને ઘણાં ક્યુટ લાગી રહ્યાં છે.

શાહરૂખ-કાજોલ
આઈસલેન્ડમાં શૂટ કરી રહેલા શાહરૂખ અને કાજોલ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગીત ખુબ જ રોમેન્ટીક હશે.

શાહરૂખ ખાન
આઈસલેન્ડ પર શૂટીંગ કરી રહેલા શાહરૂખે આ તસવીર જાતે પોસ્ટ કરી હતી.

સુંદર લોકેશન
હાલમાં જ શૂટ કરેલી આ તસવીર ઘણી જ વાયરલ થઈ રહી છે. જ્યાં શાહરૂખ અને કાજોલ ગીત પર શૂટીંગ કરતા નજરે પડી રહ્યાં છે. લોકેશન ખુબ જ સુંદર છે.

નૈના કે આંખો
શાહરૂખે ગીતને લઈને હીન્ટ આપી છે કે ગીત નૈના અને આંખો જેવા શબ્દોને લઈને બન્યું છે.

કાજોલનો જાદુ
શાહરૂખ કહે છે કે કાજોલ દરેક ગીતમાં જાદુ ભરી દે છે. જેનાથી તે બિલકુલ પાછલા ગીત જેવું લાગવા લાગે છે.












Click it and Unblock the Notifications
