Pics : તક મળ્યે પડદા ઉપર પાછો ફરશે ‘બાઝીગર’!

મુંબઈ, 10 ડિસેમ્બર : બૉલીવુડમાં એન્ટી હીરો બની લોકોના હૃદયમાં સ્થાન પામનાર કિંગ ખાન ફરી એક વાર મોટા પડદે નેગેટિવ કૅરેક્ટર સાથે કમબૅક કરી શકે છે. આ બાબતનો ખુલાસો પોતે શાહરુખ ખાને કર્યો છે. બૉલીવુડના બાદશાહ ખાને જણાવ્યુ છે કે તેઓ ફરી એક વાર પડદા ઉપર નેગેટિવ કૅરેક્ટર ભજવવા માંગે છે. શાહરુખે જણાવ્યું - હું તૈયાર છું. મને આમ કરવું ગમશે. જોકે હું ઘણી વાર આમ નહીં કરવા અંગે કહી ચુક્યો છું, કારણ કે બાળકો મને પસંદ કરે છે, પણ જો આવી ભૂમિકા મળે, તો મને તે કરવી ગમશે.

નોંધનીય છે કે બાઝીગર ફિલ્મમાં શાહરુખે પ્રથમ વખત નેગેટિવ રોલ કર્યો હતો. આ ફિલ્મ સીમાચિહ્ન રહી હતી, તો ડર ફિલ્મે પણ સફળતાના તમામ રેકૉર્ડ્સ તોડ્યા હતાં કે જેમાં પણ શાહરુખ ખાન નેગેટિવ ભૂમિકામાં હતાં. શાહરુખના નેગેટિવ રોલ આગળ સન્ની દેઓલ ફીકા પડી ગયા હતાં અને તેથી તેઓ યશ રાજ બૅનર સામે નારાજ પણ થઈ ગયા હતાં કે જે આજ સુધી ખતમ નથી થઈ.

શાહરુખ ખાને આ વાતો ડેને પાન્ડેના આરોગ્ય સંબંધી પુસ્તક શટ અપ એન્ડ ટ્રેનની લૉન્ચિંગ પ્રસંગે જણાવી :

પુસ્તકનું લૉન્ચિંગ

પુસ્તકનું લૉન્ચિંગ

શાહરુખ ખાને તાજેતરમાં ડ ડેને પાન્ડેના આરોગ્ય સંબંધી પુસ્તક શટ અપ એન્ડ ટ્રેન લૉન્ચ કરી અને આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત પણ કરી.

કમાણીની ચિંતા નહીં

કમાણીની ચિંતા નહીં

શાહરુખે આ પ્રસંગે જણાવ્યું - ભલે આ પ્રકારની ફિલ્મો પ્રોફેશનલી નફો કમાવનારી ફિલ્મ ન હોય, પણ અભિનેતા તરીકે હું નકારાત્મક ભૂમિકા કરવાનું પસંદ કરીશ.

એચએનવાયમાં વ્યસ્ત

એચએનવાયમાં વ્યસ્ત

હાલ તો શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે કે જેમાં દીપિકા પાદુકોણે ફરી એક વાર તેમની સાથે જોડી બનાવી રહ્યાં છે અને અભિષેક બચ્ચન પણ છે.

બાઝીગર

બાઝીગર

શાહરુખ ખાન પહેલી વાર બાઝીગરમાં વિલન તરીકે રૂપેરી પડદે ચમક્યા હતાં અને આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી.

ડર-અંજામ

ડર-અંજામ

શાહરુખે તે પછી ડર અને અંજામ જેવી ફિલ્મોમાં પણ નેગેટિવ ભૂમિકાઓ ભજવી અને બંને ફિલ્મો સફળ રહી હતી.

ફૅન્સની ઇચ્છા

ફૅન્સની ઇચ્છા

શાહરુખના ફૅન્સની તો એક જ ઇચ્છા છે કે શાહરુખ ખાનની વિલનનો રોલ ફરી બજવવાની ઇચ્છા જરૂર પૂર્ણ થાય. જોઇએ હવે શાહરુખનો બાઝીગર અવતાર ક્યારે જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X