For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ફસાયો! NCBને મળ્યા મહત્વના પુરાવા

એનસીબીના હાથમાં આર્યન ખાન સહિત અન્ય ત્રણ સામે એવી વૉટ્સએપ ચેટ આવી છે જેમાં મોટો ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત 3 લોકોને ડ્રગ્ઝ લેવાના આરોપમાં પકડ્યા હતા. આર્યન ખાન અને બે અન્ય આરોપીઓ પર ક્રૂઝ ડ્રગનો દુરુપયોગ કરવાનો આરોપ છે. અધિક મુખ્ય મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ આરએમ નેર્લિકરે ત્રણેની એનસીબી કસ્ટડી એ ધ્યાનમાં રાખીને વધારી દીધી છે કે એનસીબીએ તેમનામાંથી એક પાસેથી ડ્રગ્ઝ મેળવી હતી અને આર્યન ખાન તેમની સાથે હતો. આ સાથે જ એનસીબીના હાથમાં આર્યન ખાન સહિત અન્ય ત્રણ સામે એવી વૉટ્સએપ ચેટ આવી છે જેમાં મોટો ખુલાસો થયો છે.

આર્યન ખાનની વૉટ્સએપ ચેટમાં મળ્યા મહત્વના પુરાવા

આર્યન ખાનની વૉટ્સએપ ચેટમાં મળ્યા મહત્વના પુરાવા

એનસીબીએ કોર્ટ સામે દાવો કર્યો છે કે આર્યન ખાન, મર્ચન્ટ અને ધમેચાની વૉટ્સએપ ચેટમાં 'ચોંકાવનારી અને વાંધાજનક' સામગ્રી જપ્ત કરવામાં આવી છે જેમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થોની તસ્કરી બતાવવામાં આવી છે. આમાં આર્યન ખાને ડ્રગની ખરીદી માટે પેમેન્ટની રીતો પર ચર્ચા કરી અને ઘણા મોટા નામોનો ઉપયોગ કર્યો.

આર્યન ખાન અને અન્ય 2ની વૉટ્સએપ ચેટમાં ઈન્ટરનેશનલ ડ્રગ તસ્કરીના મળ્યા પુરાવા

આર્યન ખાન અને અન્ય 2ની વૉટ્સએપ ચેટમાં ઈન્ટરનેશનલ ડ્રગ તસ્કરીના મળ્યા પુરાવા

એનસીબીના અધિકર સૉલિસિટર જનરલ અનિલ સિંહે તર્ક આપ્યો કે હજુ રેડ ચાલી રહી છે. આરોપીઓની વૉટ્સએપ ચેટમાં ચોંકાવનારી અને વાંધાનજક સામગ્રી આંતરરાષ્ટ્રીય માદક પદાર્થોની તસ્કરી દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય લેવડદેવડની તપાસની જરૂર છે. તેમણે જણાવ્યુ કે એનસીબીએ જૂહુના એક સપ્લાયરની ધરપકડ કરી છે અને તેની પાસેથી કૉમર્શિયલ માત્રામાં ડ્રગ્ઝ જપ્ત કર્યુ છે.

એનસીબીએ કહ્યુ હાઈ પ્રોફાઈલ વ્યક્તિ છે માટે...

એનસીબીએ કહ્યુ હાઈ પ્રોફાઈલ વ્યક્તિ છે માટે...

એનસીબીના વકીલે કહ્યુ કે જે કલમો હેઠળ આરોપીઓ પર કેસ નોંધવામાં આવ્યો છે જે જામીનપાત્ર છે, અદાલતે નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ એક્ટ(એનડીપીએસ)ના ઉદ્દેશ પર વિચાર કરવો પડશે, જે રિમાન્ડ આવેદનોની સુનાવણી કે અનુદાન આપવા દરમિયાન સમાજમાંથી નશીલી દવાઓના જોખમને દૂર કરવાનો છે. કોઈ એમ ન કહી શકે કે થોડી માત્રામાં ડ્રગ મળ્યુ છે એટલે તે જામીનના હકદાર છે. આજકાલ કૉલેજ જતા બાળકોમાં પણ નશીલી દવાઓનુ સેવન કરવુ બહુ સામાન્ય થઈ ગયુ છે. અહીં આરોપી હાઈ પ્રોફાઈલ વ્યક્તિ છે, જેને લોકો આદર્શ માને છે.

આર્યન ખાનના વકીલે કહ્યુ કે, 'કોઈ ગુનાહિત ઈતિહાસ નથી'

આર્યન ખાનના વકીલે કહ્યુ કે, 'કોઈ ગુનાહિત ઈતિહાસ નથી'

આર્યન ખાનના વકીલ માનશિંદેએ એનસીબી દ્વારા માંગવામાં આવેલી કસ્ટડીને વધારવાનો કોર્ટમાં વિરોધ કર્યો અને તર્ક આપ્યો કે આર્યન ખાનનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. માનશિંદેએ એ પણ દાવો કર્યો કે આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ મળ્યુ નથી. તેણે રેડ દરમિયાન એનસીબીના અધિકારીઓથી દૂર ન ભાગીને સારુ આચરણ બતાવ્યુ હતુ અને તેણે તેના સર્ચની અનુમતિ આપી હતી.

7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રહેશે આર્યન ખાન

7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રહેશે આર્યન ખાન

તમને જણાવી દઈએ કે એનસીબીએ રવિવારે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાને અરેસ્ટ કર્યા અને એ દિવસે બાદમાં તેમને એક વિશેષ અદાલતમાં હૉલિડે કોર્ટમાં હાજર કર્યા. એ અદાલતે તેમને સોમવાર સુધી માટે એનસીબીી કસ્ટડીમાં મોકલી દીધા. એનસીબીએ સોમવારે આર્યન ખાન, મર્ચન્ટ અને ધમેચાની 11 ઓક્ટોબર સુધી કસ્ટડીની માંગ કરીને કહ્યુ કે તેમણે ડ્રગ કસ્ટમર અને સપ્લાયર વચ્ચે સાંઠગાંઠ શોધવાની છે અને બધા પકડાયેલા આરોપીઓને એકબીજા સામે કરવાના છે અને નશીલા પદાર્થોના અન્ય આપૂર્તિકારોને પકડવાના છે. જો કે અદાલતે તેમની કસ્ટડી માત્ર 7 ઓક્ટોબર સુધી વધારી દીધી. કેસની તપાસ પ્રારંભિક અને મહત્વપૂર્ણ તબક્કામાં હતી માટે કોર્ટે 7 તારીખ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

English summary
Shahrukh Khan's son Aryan Khan stuck in NCB trap, important clues in WhatsApp chat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X