For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : શાહરુખ શરૂ કરશે લિવિંગ વિથ કેકેઆર, સ્પોર્ટ્સ એકેડેમી ખોલવાની ઇચ્છા!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 ફેબ્રુઆરી : બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાને આઈપીએલ શરૂ થતા પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે કેકેઆરનો ઉત્સાહ વધારવાની અને સાથે જ કેકેઆર અંગે પોતાના આગળના કેટલાંક પ્લાન્સ બનાવવાની શરૂઆત કરી દીધી છે. શાહરુખે તાજેતરમાં જ ડિસકવરી ચૅનલ ઉપર શરૂ થતા પોતાના શો લિવિંગ વિથ કેકેઆરની પ્રેસ કૉન્ફરંસ દરમિયાન જણાવ્યું કે તેઓ કેકેઆર સાથે પોતાની એક સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરવા માંગે છે.

શાહરુખ ખાને કેકેઆર અંગે જણાવ્યું - મને ક્યારેય એવું નથી લાગ્યું કે મેં ખોટી ટીમ પસંદ કરી છે. મારા માટે મારી ટીમ જ બેસ્ટ હતી અને છે. મને ક્યારેય નથી લાગ્યું કે મેં કોઈ ભૂલ કરી છે. હજી તો વધુ ભૂલો કરવાની બાકી છે. શાહરુખ ખાન હંમેશા ફુટબૉલના શોખીન રહ્યાં છે. પોતાના કૉલેજકાળથી જ શાહરુખને ફુટબૉલ રમવું બહુ ગમતુ હતું. પોતાની સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં પણ શાહરુખ ખાન ફુટબૉલ રમતા દેખાયા હતાં અને તેમને જોઈ તે વખતની યુવાન પેઢીની ફેવરિટ રમત ફુટબૉલ બની ગઈ હતી.

ચાલો જોઇએ પ્રેસ કૉન્ફરંસની તસવીરો અને જાણીએ શું કહે છે શાહરુખ ખાન :

લિવિંગ વિથ કેકેઆર

લિવિંગ વિથ કેકેઆર

શાહરુખ ખાન આઈપીએલ શરૂ થતા પહેલા પોતાની ટીમ કેકેઆરનો ઉત્સાહ વધારવા માટે ડિસકવરી ચૅનલ ઉપર લિવિંગ વિથ કેકેઆર શો શરૂ કરી રહ્યાં છે.

ફુટબૉલને પ્રમોટ કરવાની ઝંખના

ફુટબૉલને પ્રમોટ કરવાની ઝંખના

શાહરુખે પ્રેસ કૉન્ફરંસ દરમિયાન જણાવ્યું કે તેઓ ફુટબૉલની રમતને પ્રમોટ કરવા ઝંખે છે. તેના માટે ઘણુ બધુ કરવા માંગે છે.

કોલકાતા જઈ કામ કરશે

કોલકાતા જઈ કામ કરશે

શાહરુખે જણાવ્યું - ફુટબૉલ માટે ગાંડા કોલકાતામાં જઈ ફુટબૉલ ખેલાડીઓ માટે કંઇક કરવા માંગે છે કે જેથી તેમનુ ઝનૂન ઓર વધી શકે.

સ્પોર્ટ્સ એકેડેમીનું સ્વપ્ન

સ્પોર્ટ્સ એકેડેમીનું સ્વપ્ન

શાહરુખે જણાવ્યું - હું કેકેઆર એટલે કે કોલકાતા નાઇટર રાઇડર્સ સાથે મળી એક સ્પોર્ટ્સ એકેડેમી ખોલવા માંગુ છું.

નવયુવાનોને તક

નવયુવાનોને તક

તેમણે જણાવ્યું - આ સ્પોર્ટ્સ એકેડેમી સાથે તેઓ નવા અને યુવાન ખેલાડીઓને તાલીમ આપશે તથા તક પણ આપશે.

કૅરિયર જરૂરી

કૅરિયર જરૂરી

તેમણે જણાવ્યું કે નવા ખેલાડીઓ પણ માત્ર ફુટબૉલ માટે સમય જ બર્બાદ ન કરે, બલ્કે તેમાં કૅરિયર બનાવી પૈસા પણ કમાવી શકે, તેથી આ એકેડેમી ખોલવા માંગુ છું.

તો ભારતની ક્રિકેટ ઘેલછા મિસ કરીશ

તો ભારતની ક્રિકેટ ઘેલછા મિસ કરીશ

શાહરુખે જણાવ્યું - જો આ વર્ષે ચૂંટણીના કારણે આઈપીએલ મૅચો દક્ષિણ આફ્રિકામાં યોજાય, તો હું સૌથી વધુ ભારતમાં લોકોની ક્રિકેટ ઘેલછા મિસ કરીશ.

દક્ષિણ આફ્રિકા આવું નથી

દક્ષિણ આફ્રિકા આવું નથી

તેમણે જણાવ્યું - મોટો ફરક નથી પડતો, પણ ભારતમાં લોકો ક્રિકેટ માટે જેટલા ઘેલછા ધરાવે છે, તેટલી ઘેલછા દક્ષિણ આફ્રિકમાં જોવા નહીં મળે.

English summary
Shahrukh Khan said he wants to start his own sports academey for new and young talents. Shahrukh Khan said he never felt that he chose the wrong team. Everytime they loose the match Shahrukh keeps trying to make his team players feel good. So that they never loose hope.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X