બિગ બી સાથે કામ કરવા માંગે છે શૉટગન

નોંધનીય છે કે ગત જુલાઈમાં શત્રુઘ્ન સિન્હા હૉસ્પિટલમાં દાખલ હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. તેમની ઉપર બાઈપાસ સર્જરી કરાઈ હતી. જોકે બિગ બી અને શૉટગન ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યાં છે. તેમાં દોસ્તાના, કાલા પત્થર, નસીબ જેવી હિટ ફિલ્મો પણ શામેલ છે. આમ છતાં પછીના કાળમાં બિગ બી અને શૉટગન વચ્ચેનો દોસ્તાના તુટી ગયો હતો અને આ તાર પાછો ત્યારે સંધાયો જ્યારે બિગ બી જુલાઈમાં હૉસ્પિટલમાં દાખલ શત્રુઘ્ન સિન્હાના ખબરઅંતર પૂછવા પોતાના પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યા હતાં. તે પછી બિગ બીએ ટ્વિટર ઉપર લખ્યુ હતું કે તેઓ પોતાના સાથી કલાકારોની નાદરુસ્ત તબીયતને કારણે બહુ જ નિરાશ છે. તેમણે જણાવ્યુ હતું કે શત્રુઘ્ન સિન્હા એક બહેતરીન માણસ છે. તેમના ચેહરા ઉપર બીમારીનો જરાય ખેદ નથી.
બિગ બીની આ પહેલે શૉટગનને પિગળાવી દીધી અને ગત 11મી ઑક્ટોબરે બિગ બી અમિતાભ બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં તેમણે ભાગ લઈ બિગ બી તરફથી લાંબાવાયેલ દોસ્તીનો હાથ પકડી લીધો. વીતેલા વર્ષોમાં અમિતાભ બચ્ચનને હંમેશા ભાંડનાર શત્રુઘ્ન સિન્હા સમગ્ર પરિવાર સાથે આ બર્થ ડે પાર્ટીમાં નજરે ચડ્યાં. તેમની સાથે તેમનાં પત્ની પૂનમ સિન્હા પણ હતાં. આ સાથે જ શૉટગને સાબિત કરી આપ્યું કે તેઓ પોતાના દુઃખના સાથી બિગ બીના સુખના સાથી બનવાની તક નથી ચુક્યાં.
હવે બિગ બીની પહેલ પછી શૉટગને પહેલ કરી છે. શત્રુઘ્ને ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓ અમિતાભ સાથે કામ કરવા માંગે છે. હાલ તો બંનેના બાળકો ક્રમશઃ અભિષેક બચ્ચન અને સોનાક્ષી સિન્હા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામ કમાવી રહ્યાં છે. એવામાં બિગ બી અને શૉટગનની જોડી ફરીથી પડદે દેખાય, તો દર્શકો ઝુમી જ ઉઠશે.












Click it and Unblock the Notifications
