Shehnaaz Gill : રેડ બોલ્ડ ડ્રેસમાં લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી શેહનાઝ ગીલ, જુઓ ફોટો
બોલ્ડ એન્ડ ક્યુટ અભિનેત્રી શેહનાઝ ગીલ તેના બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. હવે શેહનાઝ ગીલનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર છવાયો છે.
શેહનાઝ ગીલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફોટોમાં શેહનાઝનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે.

પંજાબી ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવૂડમાં પગ જમાવનારી અભિનેત્રી શેહનાઝ ગીલને આજે કોઈ ઓળખની જરૂર નથી. એક્ટ્રેસ તેના કામની સાથે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે બોલ્ડ અને સુંદર અવતારમાં જોવા મળી છે.
શેહનાઝ ગીલે આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. હવે ફોટોએ આવતાની સાથે જ સોશિયલ મીડિયાનો પારો ચડાવી દીધો છે.
આ તસવીરોમાં શેહનાદ ગીલ કેલિફોર્નિયામાં રોડ પર પેડ થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેરીને પોતાની સુંદરતા ફેલાવતી જોવા મળે છે. શેહનાઝે ખુલ્લા સીધા વાળ અને ગોગલ્સ સાથે પોતાનો સિઝલિંગ લુક પૂર્ણ કર્યો છે.
અભિનેત્રીના આ ફોટો પર ફેન્સ લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યાં છે. થોડા જ કલાકોમાં તેને 3 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. કોમેન્ટ સેક્શન દ્વારા શેહનાઝના ફેન્સ તેના લુકના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શેહનાઝ ગીલ છેલ્લે ભૂમિ પેડનેકરની ફિલ્મ થેંક્સ ફોર કમિંગમાં જોવા મળી હતી. હવે અભિનેત્રી ટૂંક સમયમાં વરુણ શર્મા સાથે ફિલ્મ સબ ફર્સ્ટ ક્લાસમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે.












Click it and Unblock the Notifications
