For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉમ્બે ટૉકીઝ જેવી વધુ ફિલ્મો બનવી જોઇએ : શેખર કપૂર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 મે : બૉલીવુડના સફળ ફિલ્મકારોમાંના એક તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા શેખર કપૂર ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના સન્માનમાં નિર્મિત બૉમ્બે ટૉકીઝ ફિલ્મથી ખૂબ જ પ્રભાવિત છે. તેમણે જણાવ્યું કે બૉલીવુડમાં આ પ્રકારની ફિલ્મોનું નિર્માણ થવું જોઇએ.

67 વર્ષીય શેખર કપૂરે ટ્વિટર પર લખ્યું - બૉમ્બે ટૉકીઝ જોઈ. આ પ્રકારની વધુ ફિલ્મો જોવા માંગીશ. દિગ્દર્શકોએ બૉક્સ ઑફિસે ફિલ્મના પરફૉર્મન્સના દબાણ વગર પોતાના વિચારો સહજતાથી રજૂ કર્યાં છે.

નોંધનીય છે કે કરણ જૌહર, અનુરાગ કશ્યપ, દિબાકર બૅનર્જી તથા ઝોયા અખ્તર નામના બૉલીવુડ દિગ્દર્શકોએ ફિલ્મમાં ચાર જુદી-જુદી વાર્તાઓનું દિગ્દર્શન કર્યું છે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ 15મી મેના રોજ બૉમ્બે ટૉકીઝ દર્શાવવામાં આવનાર છે.

English summary
Anthology film "Bombay Talkies", a tribute to 100 years of Indian cinema, has appealed to Shekhar Kapoor so much that the internationally acclaimed filmmaker says that Bollywood should produce more such films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X