• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shilpa Shetty B'day: 47ની ઉંમરમાં પણ ખુદને આ રીતે ફિટ રાખે છે શિલ્પા શેટ્ટી, જાણો તેની ફિટનેસનુ સિક્રેટ

આવો તમને જણાવીએ 47ની ઉંમરમાં પણ શિલ્પા શેટ્ટીના ફિટ હોવાનો રાઝ.
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શિલ્પા શેટ્ટી આજે પોતાનો 47મો જન્મદિવસ મનાવી રહી છે. તે 90ના દશકની સુપરહિટઅભિનેત્રી રહી છે. બૉલિવુડની આ હીરોઈન માત્ર પોતાની એક્ટીંગ માટે જ જાણીતી છે એટલુ નહિ પરંતુ પોતાની ફિટનેસ માટે પણ લોકો તેના દીવાના છે. ખાસ કરીને એ મહિલાઓ જે મા બન્યા બાદ ખુદને શિલ્પા શેટ્ટી જેવી સ્લિમ બનાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી ફિટ રહેવા માટે ઘણી મહેનત કરે છે. તે પોતાની સુપરહિટ ફિગર, આરોગ્ય અને યોગ માટે દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. શિલ્પા શેટ્ટી ઘણી વાર સોશિયલ મીડિયા પર ફિટનેસ સાથે જોડાયેલા સિક્રેટ્સ શેર કરે છે. આવો તમને જણાવીએ આ ઉંમરમાં પણ તેના ફિટ હોવાનો રાઝ.

શિલ્પા શેટ્ટીનુ ફિટનેસ સિક્રેટ

શિલ્પા શેટ્ટીનુ ફિટનેસ સિક્રેટ

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેના ફેન્સ માટે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. એટલુ જ નહિ તે તેના ફેન્સને તેની ફિટનેસના રહસ્યો પણ જણાવતી રહે છે અને પોતાની બોડીને ફિટ રાખવાની રીતો પણ તેમની સાથે શેર કરે છે. સોશિયલ મીડિયા, યુટ્યુબ ચેનલ અને પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં શિલ્પા શેટ્ટીએ જણાવ્યુ કે તે તેની સવારની શરૂઆત કેવી રીતે કરે છે. અભિનેત્રીએ જણાવ્યુ કે તે પોતાના શરીરના વજનને નિયંત્રણમાં રાખવા માટે તેની સવારની શરૂઆત હૂંફાળા લીંબુ પાણીથી કરે છે. આ સાથે નોનીના રસના ચાર ટીપા પણ લે છે. તમને જણાવી દઈએ કે નોની જ્યુસ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

યોગથી થાય છે દિવસની શરુઆત

યોગથી થાય છે દિવસની શરુઆત

આ પછી શિલ્પા શેટ્ટી મોઢામાં બે ચમચી નારિયેળ તેલ રાખે છે. આ ઓઈલ પુલિંગ પ્રક્રિયા મૌખિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પછી શિલ્પા શેટ્ટી પોતાનો ઘણો સમય યોગ માટે ફાળવે છે. યોગ કરવાથી માત્ર વજનને જ નિયંત્રણમાં રાખી શકાતુ નથી પરંતુ તે શરીરને અંદરથી ફિટ રાખવામાં પણ મદદ કરે છે. આંતરિક શક્તિ જાળવી રાખવા માટે યોગ ખૂબ જ સારુ છે. શિલ્પાના કહેવા પ્રમાણે, તેણે લગભગ 17 વર્ષ પહેલા યોગ કરવાનુ શરૂ કર્યુ હતુ જ્યારે તેને ઈજા થઈ હ. પછી ફિઝિયોથેરાપિસ્ટે તેને યોગ કરવાની સલાહ આપી. તેણે ગરદનના હાડકાને મજબૂત કરવા માટે યોગ કરવાનુ શરૂ કર્યુ હતુ.

ફાઈબર ફૂડ નાસ્તો

ફાઈબર ફૂડ નાસ્તો

શિલ્પા શેટ્ટીનુ માનવુ છે કે યોગ માત્ર તમારા શરીરને સારી સ્થિતિમાં રાખે છે એટલુ જ નહિ પરંતુ સારુ માનસિક સંતુલન પણ જાળવી રાખે છે. યોગમાં સૌથી મહત્વની બાબત એ છે કે શ્વાસ અંદર લેવો અને બહાર કાઢવો. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્રિયા છે. કહેવાય છે કે યોગ ખાલી પેટે કરવામાં આવે છે પરંતુ હૂંફાળું પાણી પીવાથી અથવા ચા પીવાથી યોગ સરળતાથી કરી શકાય છે. તે સવારે 7 વાગ્યાથી યોગ કરવાનુ શરૂ કરે છે. લગભગ એક કલાક યોગ કર્યા પછી તે ઉચ્ચ ફાઇબરવાળો નાસ્તો કરે છે જેમાં ઓટ્સ અને તાજા ફળોનો સમાવેશ થાય છે. આ સિવાય તે સ્મૂધી પીવે છે જેમાં તે ખાંડને બદલે મધનો ઉપયોગ કરે છે. નાસ્તા પછી તે બાફેલા ઈંડા અને એવોકાડો પણ લે છે.

લંચ હોય છે હેવી

લંચ હોય છે હેવી

શિલ્પા શેટ્ટી મુજબ પોતાને ફિટ રાખવા માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. શિલ્પા શેટ્ટી ચોક્કસપણે તેના આહારમાં લોટ, બ્રેડ અને બટરનો સમાવેશ કરે છે. તેને કોકોનટ સુગરવાળી ચા પીવી ગમે છે. શિલ્પા શેટ્ટી સૌથી વધુ હેવી લંચ લે છે જેમાં તે બ્રાઉન અથવા વ્હાઇટ રાઇસ ખાય છે અને ચોક્કસપણે તેની સાથે ચિકન અથવા ફિશ લે છે. તે બાફેલા શાકભાજી ખાય છે. સલાડમાં એક ગાજર અને કાકડી ખાય છે. સાંજે નાસ્તામાં તેને સેન્ડવીચ ખાવાનુ ગમે છે જેમાં બીટરૂટ અને એવોકાડો હોય છે.

શિલ્પાને મિઠાઈ ખાવાનુ ગમે છે

શિલ્પાને મિઠાઈ ખાવાનુ ગમે છે

શિલ્પા શેટ્ટીનુ નાઇટ ડાયેટ ખૂબ જ હળવુ હોય છે. ડિનરમાં તેને નોન-વેજ કે વેજ સૂપ પીવાનુ પસંદ કરે છે. જો કે, શિલ્પા શેટ્ટી કહે છે કે વચ્ચે તમારી પસંદગીનુ બધુ ખાવુ જોઈએ જેથી શરીરનું સંતુલન જળવાઈ રહે. તે ઘણી વાર ચીટિંગ કરે છે અને જંક ફૂડ પણ ખાઈ લે છે. શિલ્પા શેટ્ટીને મીઠાઈ ખાવાનુ પસંદ છે. ઘણી વાર તે દુકાનની મીઠાઈઓ પણ ખાઈ લે છે.

English summary
Shilpa Shetty Birthday: She keeps herself fit at the age of 47 know secret of her fitness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X