Happy Birthday : આ વર્ષે સૌથી વધુ જરૂર છે શુભેચ્છાઓની!

મુંબઈ, 8 જૂન : શિલ્પા શેટ્ટી. એમ તો બૉલીવુડ અભિનેત્રી છે, પરંતુ હાલમાં તેઓ સૌથી વધારે આઈપીએલ અંગે ચર્ચામાં છે. રાજસ્થાન રૉયલ્સના માલિક શિલ્પા શેટ્ટી તથા તેમના પતિ રાજ કુન્દ્રા હાલ આઈપીએલમાં સટ્ટાના વિવાદમાં સપડાયાં છે. આજે શિલ્પા શેટ્ટીનો 38મો જન્મ દિવસ છે. આ વિવાદ અને મુશ્કેલીના પગલે કદાચ શિલ્પા અનુભવતાં હશે કે આ વખતે સૌથી ખરાબ જન્મ દિવસ છે તેમનો, તો શિલ્પાના ફૅન્સને આપણે પ્રાર્થના કરીએ કે તેઓ શિલ્પાને વધુમાં વધુ શુભેચ્છાઓ પાઠવે, કારણ કે આ વખતે તેમને શુભેચ્છાઓની સૌથી વધારે જરૂર છે.

શિલ્પા શેટ્ટીનો જન્મ 8મી જૂન, 1975ના રોજ કર્ણાટકના મૅંગલોર ખાતે થયો હતો. તેમણે બૉલીવુડમાં પોતાના કૅરિયરની શરુઆત શાહરુખ ખાન સાથે બીઝગર ફિલ્મ દ્વારા કરી હતી. જોકે આ ફિલ્મમાં શાહરુખના હીરોઇન કાજોલ હતાં અને શિલ્પા શેટ્ટી સાઇડ રોલમાં હતાં, પરંતુ પ્રથમ જ ફિલ્મ હિટ થતાં અને તેમાં પણ શિલ્પાનું નાનકડા રોલમાં પણ શાનદાર પરફૉર્મન્સ તેમના માટે પણ ફળદાયી નિવડ્યું. તે પછી શિલ્પા શેટ્ટી પણ બૉલીવુડમાં ચાલી ગયાં.

જોકે બાઝીગર બાદ શિલ્પા શેટ્ટીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમાં ખાસ મહત્વની અને સફળ રહેલી ફિલ્મો ગણીગાંઠી જ છે. તેમાં અક્ષય કુમાર સાથેની મૈં ખિલાડી તૂ અનાડી તથા સુનીલ શેટ્ટી-અક્ષય કુમાર સાથેની ધડકન ફિલ્મનો સમાવેશ થાય છે.

બૉલીવુડમાં જ્યારે શિલ્પાનું કૅરિયર ડગમગાવા લાગ્યું, તો તેમણે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ લેવા માંડ્યું અને હાલ તો છેલ્લા 6 વરસથી તેઓ આઈપીએલ ટૂર્નામેંટના કારણે ચર્ચામાં રહેતા આવ્યાં છે. જોકે પાંચ વરસમાં તો તેઓ પોતાની ટીમ રાજસ્થાન રૉયલ્સની હાર-જીત ઉપર જ ચર્ચામાં આવતા હતાં, પરંતુ આઈપીએલ 6 સ્પૉટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કારણે વગોવાયું અને છેલ્લે-છેલ્લે શિલ્પા શેટ્ટી તથા તેમના પતિ રાજ કુન્દ્રાનું નામ પણ ઉછળતાં શિલ્પા હાલ મુશ્કેલીમાં છે અને આ વખતના જન્મ દિવસે શિલ્પાને શુભેચ્છાઓની સૌથી વધુ જરૂર છે.

બાઝીગરથી શરુઆત

બાઝીગરથી શરુઆત

શિલ્પા શેટ્ટીએ બાઝીગર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. જોકે બાઝીગર બાદ શિલ્પા શેટ્ટીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમાં ખાસ મહત્વની અને સફળ રહેલી ફિલ્મો ગણીગાંઠી જ છે. તેમાં અક્ષય કુમાર સાથેની મૈં ખિલાડી તૂ અનાડી તથા સુનીલ શેટ્ટી-અક્ષય કુમાર સાથેની ધડકન ફિલ્મનો સમાવેશ થાય છે.

અન્ય પ્રવૃત્તિઓથી વધુ જાણીતાં

અન્ય પ્રવૃત્તિઓથી વધુ જાણીતાં

શિલ્પા શેટ્ટી ફિલ્મો કરતાં અન્ય પ્રવૃત્તિઓના કારણે વધુ ચર્ચામાં રહ્યાં અને જાણીતાં થયાં. 2007માં સેફ સેક્સ અંગે નવી દિલ્હી ખાતે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન રિચર્ડ ગેરે આ રીતે શિલ્પાને કિસ કરતાં તેઓ હેબતાઈ ગયા હતાં અને આ અંગે ખૂબ ચર્ચામાં રહ્યા હતાં.

રાજ સાથે લગ્ન

રાજ સાથે લગ્ન

શિલ્પા શેટ્ટીએ 2009માં રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતાં. હાલમાં તેમને એક પુત્ર વિયાન છે.

મેદાને વધુ દેખાય છે

મેદાને વધુ દેખાય છે

બૉલીવુડ અભિનેત્રી હોવા છતાં શિલ્પા શેટ્ટી હવે મેદાનો અને સ્ટેડિયોમાં વધુ દેખાય છે. તેઓ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સના માલિક છે. તેમના પતિ રાજ પણ ભાગીદાર છે.

વિવાદ વચ્ચે શુભેચ્છાઓની જરૂર

વિવાદ વચ્ચે શુભેચ્છાઓની જરૂર

શિલ્પા શેટ્ટીનો આજે 38મો જન્મ દિવસ છે. કદાચ આના કરતાં ખરાબ જન્મ દિવસ અગાઉ ક્યારેય નહિં ઉજવ્યો હશે તેમણે. આઈપીએલ સ્પૉટ ફિક્સિંગ તથા સટ્ટાબાજી વિવાદમાં સપડાયાના કારણે આ વખતે શિલ્પાને સૌથી વધુ શુભેચ્છાઓની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X