“મને ઐશ્વર્યા સાથે ખૂબ પ્રેમ છે પરંતુ હવે સુલતાન જોવી જ છે”

Subscribe to Oneindia News

અજય દેવગણ સ્ટારર શિવાયની વિદેશી કલાકાર એરિકા કારે બૉલીવુડ અને અહીંની ફિલ્મો અંગે વાતો કરી. એટલુ જ નહિ તેણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વિશે પણ વાત કરી. એરિકાએ કહ્યું કે તેને બૉલીવુડમાં ખૂબ મઝા આવે છે. હિન્દી ફિલ્મો પર વાત કરતા એરિકાએ કહ્યુ કે દેવદાસ જોયા બાદ તેને ઐશ્વર્યા રાય સાથે પ્રેમ થઇ ગયો હતો. જો કે હવે તેની આગામી ફિલ્મ સુલતાન હશે કારણકે તેને સુલતાન જોવી જ છે.

aish 1

વળી એરિકાએ બાજીરાવ મસ્તાની અને 3 ઇડિયટ્સ પણ જોઇ છે. અને લોકો તેને હજુ એક હિન્દી ફિલ્મ જોવાનું કહી રહ્યા છે. શિવાય વિશે વાત કરતા એરિકાએ જણાવ્યું કે આ ફિલ્મમાં માત્ર તે જ નહિ, પરંતુ તેનો બૉયફ્રેંડ માર્ચિન પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.

અજય દેવગણ શૂટિંગ બાદ એક દિવસ એરિકાના બૉયફ્રેંડ માર્ચિનને ધ્યાનથી જોઇ રહયો હતો. અજયે તેને પૂછ્યુ કે મારી ફિલ્મમાં કામ કરવા ઇચ્છશો, તો માર્ચિંને કહ્યું કે કેમ નહિ. માર્ચિન ભલે વ્યવસાયે વકીલ હોય, પરંતુ માર્ચિનને અભિનયમાં મઝા આવે છે. માટે તે તરત જ તૈયાર થઇ ગયો.

aish 2

માત્ર એરિકા જ નથી જે વિદેશથી આવીને બૉલીવુડના પ્રેમમાં પડી ગઇ હોય. આવી હસીનાઓની યાદી લાંબી છે -

કૈટરિના કૈફ

જી હા, ઘણા લોકોના દિલ એટલા માટે જ તૂટી જાય છે કે કૈટરિના કૈફ આપણી નથી. કૈટરિના બ્રિટનની એક્ટ્રેસ અને મૉડલ છે.

aish 3

જેકલીન ફર્નાંનડીસ

કૈટરિનાની પૂરેપૂરી કૉપી છે જેકલીન ફર્નાંનડીસ. આજકાલ કૈટરિનાની રિપ્લેસમેંટ જ કહી દો. જેકલીન મિસ. શ્રીલંકા બનીને ફેમસ થઇ હતી.

aish 4

એલી અવરામ

બિગ બૉસમાં સલમાનને ખુશ રાખનાર એલી સ્વીડનની મૉડલ છે. જો કે હવે તે મુંબઇમાં વસી ચૂકી છે.

aish 5

એમી જેક્સન

એમી જેક્સન સાઉથની સુપરસ્ટાર રહી ચૂકી છે. પરંતુ એમી પણ કૈટરિનાની જેમ બ્રિટનની મૉડલ છે.

aish 6

એવિલિન શર્મા

એવિલિન નૌટંકી સાલામાં દેખાઇ હતી અને લોકોની નજરમાં પણ વસી ગઇ હતી. ત્યારબાદ તેણે જવાની હૈ દિવાનીની લારા બનીને લોકોના હોશ ઉડાવી દીધા હતા. એવિલિન જર્મનીની મૉડલ છે.

aish 7

નરગીસ ફકરી

નરગીસ ફકરીએ ઇમ્તીયાઝ અલીની રૉકસ્ટારથી ડૅબ્યૂ કર્યુ હતુ. નરગીસ અમેરિકી મૉડલ છે.

aish 8

જિસેલ મોનટીરિયો

ઇમ્તીયાઝ અલીના લવ એટલે કે આજકાલની જિસેલ મોનટીરિયોને તો કોઇ નહિ ભૂલ્યુ હોય. જિસેલ ત્યારબાદ ક્યાંય નજરે પડી નથી. તે બ્રાઝિલની મૉડલ છે.

aish 9

બાર્બરા મોરી

બાર્બરા મોરીએ ઋત્વિક રોશનની કાઇટ્સથી ડૅબ્યૂ કર્યુ હતુ. તે મેક્સિકોની કલાકાર છે.

aish 10

સની લિયોન

સની તો જો કે આપણી જ છે. બધા કેનેડાવાળા હોય છે.

aish 11
English summary
Shivaay Actress Erika Kaar loves in Salman Khan and Aishwarya Rai.
Please Wait while comments are loading...