શૉર્ટકટ રોમિયો નીલની ફ્લૉપ લિસ્ટમાં સામેલ
નીલ નિતિશ મુકેશની ફિલ્મ શૉર્ટકટ રોમિયો પણ નીલની ફ્લૉપ ફિલ્મોની લિસ્ટમાં સામેલ થતી નજરે પડે છે. અત્યાર સુધી નીલ નિતિશ મુકેશે જેટલી પણ ફિલ્મો કરી છે તે દરેક ફિલ્મમાં નીલ નિતિનની એક્ટિંગ વખાણવા લાયક રહી છે પરંતુ જ્યાં સુધી શૉર્ટકટ રોમિયોની વાત કરીએ તો આ વખતે નીલ નિતિને ખોટી ફિલ્મ સાઇન કરી લીધી છે અને આ વખતે નીલ નિતિનના કેરિયરને નુકસાન પહોંચશે. નીલ નિતિન મુકેશની સાથે જ અમિષા પટેલે પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમછતાં શોર્ટકટ રોમિયોમાં તે બાબતોની ખોટ છે જે એક ફિલ્મની સફળતા માટે જરૂરી હોય.
અમિષા પટેલે પણ શૉર્ટકટ રોમિયોમાં સફળતા મેળવવા માટે શૉર્ટકટ રીત અપનાવી છે અંગપ્રદર્શન કરીને અને ગાઢ દ્રશ્યો. પરંતુ અમિષા પટેલનો આ શૉર્ટકટ તેના કોઇ કામ ના લાગ્યો. ફિલ્મમાં નીલ નિતિન મુકેશે પણ મનમૂકીને અંતરંગ દ્રશ્યો આપ્યાં છે અમિષા પટેલ સાથે નીલ નિતિનની આ પદ્ધતિ ફિલ્મમાં તેમને અન્ય એક્ટરો સામે ટકવામાં મદદ કરી ન શક્યો. પરંતુ તેમછતાં નીલના ફેન્સે શૉર્ટકટ રોમિયો જરૂરથી જોઇ છે અને ફિલ્મની પ્રશંસા પણ કરી છે.

શૉર્ટકટ રોમિયોનું બોક્સ ઓફિસ પર શું થશે તે તો આવતીકાલે ખબર પડશે પરંતુ હાલ તો શૉર્ટકટ રોમિયો ફિલ્મનું શરૂઆતી કલેક્શન ખરાબ જોવા મળી રહ્યું છે. ફિલ્મની સ્ટોરી કેટલીક જગ્યાએ કંફ્યૂઝ કરે છે. પરંતુ નીલ નિતિન મુકેશની એક્ટિંગે પણ શોર્ટકટ રોમિયોને એક લેવલ પર રાખી છે. ભલે ફિલ્મ ના ચાલે પરંતુ લોકો ફિલ્મ જોવા માટે જરૂર થશે.












Click it and Unblock the Notifications
