આલિયા, શ્રદ્ધા કે સોના? કોણ કરશે સલમાનની ‘શુદ્ધિ’?
મુંબઈ, 21 જુલાઈ : એ તો હવે જગજાહેર થઈ ગયું છે કે કરણ જૌહરની અત્યંત ચર્ચિત ફિલ્મ શુદ્ધિ માટે હીરોની શોધ પૂરી થઈ ગઈ છે. સલમાન ખાને પોતે જ જાહેરાત કરી હતી કે તેઓ કરણ જૌહરની આગામી ફિલ્મ શુદ્ધિમાં કામ કરી રહ્યાં છે.
સલમાને જ્યારે મીડિયા સામે જાહેર કરી દીધું, તો પછી કરણ જૌહરે પણ મોડુ ન કર્યું અને ટ્વીટ કરી સલમાનની વાતની પુષ્ટિ કરી નાંખી કે શુદ્ધિમાં સલમાન ખાન હીરો હશે. કરણની ફિલ્મ શુદ્ધિમાં હૃતિક રોશનને કાસ્ટ કરાયા હતાં. જોકે હૃતિકે અંગત કારણોસર આ ફિલ્મ છોડી દીધી હતી અને પછી તેમાં રણવીર સિંહને લેવાયાની પણ ચર્ચા થઈ હતી, પરંતુ ફાઇનલી સલમાન જ હીરો બનશે.
પરંતુ સલમાનનું નામ ફાઇનલ થવા માત્રથી જ કરણ જૌહરની શુદ્ધિ આડેના તમામ અવરોધો ખસી નથી ગયાં. શુદ્ધિ માટે હમણા હીરોઇનની શોધ બાકી જ રહે છે. જોકે એમ પણ કહી શકાય કે જ્યારે સલમાન ખાન જેવા બિગ સ્ટાર શુદ્ધિ સાથે જોડાઈ ગયા છે, તો કોઈ પણ અભિનેત્રી આ ફિલ્મ કરવા તલપાપડ બને તે સ્વાભાવિક છે. અગાઉ આ ફિલ્મમાં કરીના કપૂરને કાસ્ટ કરાયા હતાં, પરંતુ હૃતિકે ફિલ્મ છોડતાં કરીના કપૂર પણ ખસી ગયા હતાં.
ચાલો હાલ આપણે તસવીરો સાથે જોઇએ કે શુદ્ધિમાં સલમાન ખાનની હીરોઇન બનવાની તક કોણ-કોણ ઝડપી શકે છે?

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ હાલમાં બૉલીવુડમાં સૌથી ચર્ચિત અને લોકપ્રિય નવોદિત અભિનેત્રી ગણાય છે. આલિયાનું પ્લસ પૉઇંટ એ છે કે તેઓ કરણ જૌહરની ખૂબ નજીક છે. શક્ય છે કે આલિયાને સલમાન સાથે પહેલી વાર જોડી બનાવવાની તક મળી શકે.

દીપિકા પાદુકોણે
શાહરુખ ખાન સાથે બે-બે ફિલ્મો કરી ચુકેલા અને ત્રીજી ફિલ્મનું શૂટિંગ કરી રહેલા દીપિકા પાદુકોણે હૃદયપૂર્વક ઇચ્છે છે કે તેઓ ભવિષ્યમાં સલમાન ખાન સાથે કામ કરે. જો શુદ્ધિમાં દીપિકાને લેવાય, તો લોકોને દીપિકા-સલમાનની હૉટ જોડી જોવા મળે.

જૅકલીન ફર્નાન્ડીઝ
કિકમાં સલમાન સાથે આવી રહેલા જૅકલીન ફર્નાન્ડીઝની સલમાન સાથેની નિકટતાઓ વધી ગઈ છે અને તેનો ફાયદો તેમને શુદ્ધિમાં કાસ્ટ થવા માટે મળી શકે.

કંગના રાણાવત
કંગના રાણાવત અને સલમાનની જોડી પણ અત્યાર સુધી ક્યારેય કોઈ ફિલ્મમાં આવી નથી. જો કંગના શુદ્ધિ કરે, તો લોકોને નવી જોડી જોવા મળી શકે.

કરીના કપૂર
કરીના કપૂરે શુદ્ધિ ફિલ્મમાં વિલમ્બ અને હૃતિક રોશને ફિલ્મ છોડ્યા બાદ પોતે પણ આ ફિલ્મ છોડી દીધી હતી. હવે સલમાન આ ફિલ્મ સાથે જોડાયા છે. તેથી કરીના કપૂર કમબૅક કરી શકે છે.

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ આજે પણ સલમાનની સૌથી નજીક ગણાય છે. એટલે કોઈ અભિનેત્રી ફ્રી નહીં મળે, તો સલમાન કૅટને ઑફર કરી શકે.

પ્રિયંકા ચોપરા
અભિનેત્રીઓની હાલની શ્રૃંખલામાં પ્રિયંકા ચોપરાનું પણ નામ લઈ શકાય કે જેઓ સલમાન સાથે આ ફિલ્મ કરી શકે છે.

શ્રદ્ધા કપૂર
આશિકી 2 અને એક વિલન જેવી ઉપરાછાપરી બે સફળ ફિલ્મો આપનાર શ્રદ્ધા કપૂરને શુદ્ધિ માટે એપ્રોચ કરાય, તો આશ્ચર્ય ન કરી શકાય.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા સલમાનના માનીતા અભિનેત્રી છે. દબંગ અને દબંગ 2 બાદ સોનાક્ષી માટે સલમાન સાથે ત્રીજી વાર જોડી બનાવવાની સારી તક હોઈ શકે.

સોનમ કપૂર
સોનમ કપૂર સલમાન ખાન સાથે હાલમાં પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. જો બંનેની કેમેસ્ટ્રી ક્લિક થઈ જાય, તો કરણ જૌહર પોતાની ફિલ્મ શુદ્ધિમાં સલમાન સાથે સોનમને જ ઑફર કરી શકે છે.












Click it and Unblock the Notifications
