દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગુનુ 92 વર્ષની વયે નિધન
હિંદી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રીરામ લાગુનુ મંગળવારે પૂણેમાં નિધન થઈ ગયુ. શ્રીરામ લાગુ 92 વર્ષના હતા. તેમનો ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા ઘણા દિવસોથી પૂણેની એક ખાનગી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. છેલ્લા બે દિવસથી તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. અભિનેતા સાથે સાથે તે એક પીઢ થિયેટર કલાકાર પણ હતા. તે છેલ્લા ઘણા સમયથી બિમાર હતા.
શ્રીરામ લાગુએ પોતાના ફિલ્મી કરિયરમાં 100થી વધુ હિંદી અને 40થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ. પોતાની કરિયરમાં શ્રીરામ 'આહટ', 'એક અજીબ કહાની', 'પિંજરા', 'મેરે સાથ ચલ', 'સામના', 'દૌલત' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. 1978માં ફિલ્મ 'ઘરોંદા' માટે ડૉ. લાગુને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાના ફિલ્મફેર પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે લગભગ 20 મરાઠી પ્લે ડાયરેક્ટ પણ કર્યા.
શ્રીરામ લાગુનો જન્મ 16 નવેમ્બર 1927માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. તે એક પીઢ થિયેટર કલાકાર હતા. શ્રીરામ લાગુ એક્ટર નહોતા બનવા ઈચ્છતા. તેમનુ સપનુ હતુ કે તે ડૉક્ટર બને. આ જ કારણ હતુ કે તેમણે મેડીકલ કોલેજમાં એડમિશન લીધુ અને એમબીબીએસ અને એમએસની ડિગ્રી મેળવી પરંતુ કોલેજના દિવસોમાં જ તેમને અભિનયનો ચસ્કો લાગ્યો પરંતુ તેમણે પહેલા પોતાની ઈએનટી સર્જનની ડિગ્રી મેળવી.
ડૉ. લાગુ પ્રસિદ્ધ નાટક 'નટ સમ્રાટ'ના પહેલા હીરો હતા. આ નાટકને પ્રસિદ્ધ લેખક કુસુમાગ્રએ લખ્યુ હતુ. આ નાટકમાં તેમના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે. 'નટ સમ્રાટ'માં તેમણે અપ્પાસાહેબ બેલવલકરની ભૂમિકા નિભાવી હતી જેમને મરાઠી થિયેટર માટે એક મીલના પત્થર માનવામાં આવે છે. અભિનેતા શ્રીરામ લાગુના નિધન પર એનસીપી પ્રમુખ શરદ પવાર, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નિતિન ગડકરીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.
આ પણ વાંચોઃ દિલ્લી પોલિસઃ સીલમપુર હિંસામાં ઘાયલ થયા 21 લોકો, નથી ચલાવી ગોળીઓ