For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગે સંબંધો પર બનેલી 'શુભ મંગલ જ્યાદા સાવધાન'નું ટ્રેલર રિલીઝ, આયુષ્માન-જિતેન્દ્રની લિપ કિસ

અભિનેતા આયુષ્માન ખુરાનાની આવનારી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

અભિનેતા આયુષ્માન ખુરાનાની આવનારી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ટ્રેંડમાં આવી ગયુ છે. આયુષ્માન ખુરાના ફિલ્મમાં ગેની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને જિતેન્દ્ર કુમાર એકબીજાને પ્રેમ કરે છે, બંને વચ્ચે કિસ સીન પણ છે.

shubh mangal

શુભ મંગલ જ્યાદા સાવધાન ખુરાના અને ભૂમિ પેડનેકરની 2007માં આવેલી ફિલ્મ શુભ મંગલ સાવધાનની સિક્વલ છે. બધાઈ હો બાદ આ ફિલ્મમાં એક વાર ફરીથી આયુષ્માન, નીના ગુપ્તા અને ગજરાવ રાવ સાથે નજર આવવાના છે. ફિલ્મમાં મનુ ઋષિ અને સુનીતા રાજવાર પણ મહત્વની ભૂમિકાઓમાં છે. ભૂમિ પેડનેકર પણ મહેમાન ભૂમિકામાં છે.

ફિલ્મને હિતેશ કૈવલ્યઆ ડાયરેક્ટ કર્યુ છે. ફિલ્મનુ નિર્માણ ભૂષણ કુમાર અને આનંદ એલ રૉય કરી રહ્યા છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલર બાદ સોશિયલ મીડિયા પર પણ ઘણા પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ 'કભી ખુશી કભી ગમ'ને કરણ જૌહરે ગણાવી પોતાના મોઢા પર સૌથી મોટો તમાચોઆ પણ વાંચોઃ 'કભી ખુશી કભી ગમ'ને કરણ જૌહરે ગણાવી પોતાના મોઢા પર સૌથી મોટો તમાચો

English summary
Shubh Mangal Zyada Saavdhan trailer Ayushmann Khurrana Jitendra Kumar social reaction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X