Shubman gill avneet kaur affair : શુભમન ગિલ અવનીત કૌરને ડેટ કરી રહ્યો છે? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Shubman gill avneet kaur affair : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલનું નામ સતત સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાઈ રહ્યું છે. જો કે આ ચર્ચા વચ્ચે હવે તેનું નામ બોલિવૂડની વધુ એક હસીના સાથે જોડાઈ રહ્યું છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલ સારાને છોડીને અભિનેત્રી અવનીત કૌરને ડેટ કરી રહ્યો છે. અવનીત કૌર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઈનલ મેચમાં જોવા મળ્યા બાદ આ સમાચારને હવા મળી.

આ પછી સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે તે શુભમન ગિલની ખાસ મિત્ર છે. જો કે, આ અંગે અવનીત અને શુભમન ગિલ બંને તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.
સોશિયલ મીડિયા પર યુઝર્સની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો કહે છે કે શુભમન અને અવનીત એકબીજાને ડેટ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો માને છે કે તેઓ માત્ર સારા મિત્રો છે. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં અવનીત કૌર સ્ટેડિયમમાં મેચની મજા લેતી જોવા મળી હતી, જે બાદથી આ ચર્ચાઓ વધુ તેજ થઈ.
શુભમન ગિલ અને તેની અંગત જિંદગીને લઈને સતત ચર્ચામાં છે. અગાઉ ગિલનું નામ સારા તેંડુલકર અને બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ જોડવામાં આવ્યું હતું. આ સિવાય અભિનેત્રી રિદ્ધિમા પંડિત સાથે પણ તેમના સંબંધોની અફવાઓ ઉઠી હતી.
હાલ બન્નેના ડેટિંગના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, જ્યાં સુધી બંને તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નહીં આવે ત્યાં સુધી આ માત્ર એક અફવા જ છે.












Click it and Unblock the Notifications
