અઠવાડિયા પહેલા રિલીઝ થશે શુદ્ધ દેસી રોમાંસ
મુંબઈ, 27 જુલાઈ : યશ રાજ ફિલ્મ્સની આવનાર ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ પોતાના નિર્ધારિત સમય કરતા એક અઠવાડિયા પહેલા રિલીઝ થશે. ફિલ્મને પ્રતિષ્ઠિત ટોરંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (ટીઆઈએફએફ) 2013માં સામેલ થવાનું નિમંત્રણ મળ્યું છે.

કાઇ પો છે ફૅમ સુશાંત સિંહ રાજપૂત તથા ઇશકઝાદી પરિણીતી ચોપરા તેમજ નવોદિત અભિનેત્રી વીણા કપૂરની મુખ્ય ભૂમિકા ધરાવતી શુદ્ધ દેસી રોમાંસ અગાઉ 13મી સપ્ટેમ્બરનો રોજ રિલીઝ થવાની હતી, પણ ટીઆઈએફએફમાં રજુઆતના નિમંત્રણના પગલે ફિલ્મ હવે 6ઠી સપ્ટેમ્બરે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આગામી 11મી સપ્ટેબરના રોજ થનાર પ્રીમિયર દરમિયાન ફિલ્મના દિગ્દર્શક મનીષ શર્મા, લેખક જયદીપ સાહની સાથે ફિલ્મના કલાકારો સુશાંત સિંહ રાજપૂત તથા પરિણીતી ચોપરા તેમજ નવોદિત અભિનેત્રી વાણી કપૂર પણ હાજર રહેશે. આ મહોત્સવ રોટંટોના રૉય થૉમ્સન હૉલ ખાતે યોજાનાર છે.












Click it and Unblock the Notifications
