હેપ્પી બર્થડેઃ મહિને 500 રૂપિયા કમાતી હતી શ્વેતા તિવારી, આવી રીતે બની નંબર 1 સ્ટાર

હેપ્પી બર્થડેઃ મહિને 500 રૂપિયા કમાતી હતી શ્વેતા તિવારી, આવી રીતે બની નંબર 1 સ્ટાર

19 વર્ષની ઉંમરે લગ્ન અને પછી ઘરેલુ હિંસાનો ભોગ બનેલ નાના પડદાની પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીની શરૂઆતી જિંદગી સહેલી નહોતી રહી. એક સુપરસ્ટારથી લઈને એક સુપર મોમ બનવા સુધીની સફર એમણે જેવા બુલંદ હોસલા સાથે નિભાવી તે વખાણવા લાયક છે. આજે ટીવીની આ નંબર 1 સુપરસ્ટારનો જન્મદિવસ છે. શ્વેતા તિવારી 38 વર્ષની થઈ ગઈ છે. 2001માં સ્વેતાએ કહીં કિસી રોજ દ્વારા ડેબ્યૂ કર્યું હતુ, પરંતુ અસલી લોકપ્રિયતા તેમને કસૌટી જિંદગીથી મળી. 2004માં શ્વેતા તિવારીએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ ત્યાં શ્વેતાને નિષ્ફળતા જ સાંપડી હતી.

બીજી બાજુ શ્વેતા તિવારી રાજા ચૌધરી સાથેના પોતાના સંબંધને લઈને ભારે દુઃખી હતી. આખરે 9 વર્ષ બાદ શ્વેતાએ રાજાથી છૂટાછેડા લઈ લીધા અને દીકરીને ઉછેરવાની જવાબદારી ખુદ ઉઠાવી લીધી. આ અંગે તો તમે બધા જાણતા જ હશો પણ શ્વેતા તિવારી અંગે એવી કેટલીય વાતો છે જેનાથી તમે અજાણ હશો, અહીં જાણો...

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

શ્વેતા તિવારીએ 12 વર્ષની ઉંમરે જ કામની શરૂઆત કરી હતી. તે એક ટ્રાવેલ એજન્સી માટે કામ કરતી હતી અને તેને મહિને 500 રૂપિયાનો પગાર મળતો હતો.

ભોજપુરી

ભોજપુરી

શ્વેતા તિવારી ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તેણે કેટલીય ભોજપુરી બોલ્ડ ફિલ્મો પણ કરી છે.

પતિનો ત્રાસ

પતિનો ત્રાસ

શ્વેતા તિવારીનો પતિ રાજા ચૌધરી દારૂના નશામાં તેની મારપીટ કરતો હતો.

પહેલી મહિલા

પહેલી મહિલા

શ્વેતા તિવારીએ બિગ બૉસમાં જઈને ઈતિહાસ બનાવ્યો હતો. તે પહેલી મહિલા કન્ટેસ્ટન્ટ બની ગઈ જેણે શો જીત્યો.

સાડા ત્રણ વર્ષ

સાડા ત્રણ વર્ષ

બિગ બૉસથી નીકળ્યા બાદ શ્વેતાએ સાડા ત્રણ વર્ષના અફેર બાદ અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધાં.

કમબેકની તૈયારી

કમબેકની તૈયારી

હાલ શ્વેતા તિવારી જલદી જ કમબેક કરવાની તૈયારીમાં છે. રેયાંશના આવ્યા બાદ તેમનું પૂરું ધ્યાન દીકરા રેયાંશ તરફ છે.

દીકરી સાથે

દીકરી સાથે

દીકરી પલક તિવારીના બૉલીવુડ ડેબ્યૂ પર પણ શ્વેતા સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. એ કહેવામાં કંઈ વાંધો નથી કે પલક શ્વેતાની હમશકલ લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X