Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'પતિ-પત્નીથી કમ નહોતો સિદ્ધાર્થ અને શહેનાઝનો સંબંધ', અભિનેત્રી પવિત્રાએ સિડનાઝના રિલેશન પર કહી ઘણી વાતો

સિદ્ધાર્થ શુક્લાની દોસ્ત અને કો-એક્ટ્રેસ પવિત્ર પુનિયાએ સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલના સંબંધને લઈને ઘણી વાતો કહી છે.

મુંબઈઃ અભિનેતા અને બિગ બૉસ-13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના અચાનક થયેલા નિધનથી સૌ કોઈ હેરાન છે. સિદ્ધાર્થ શુક્લાના ટીવી ઈન્ડસ્ટ્રીના દોસ્ત અને કો-એક્ટર માટે એ વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ છે કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી રહ્યા. સિદ્ધાર્થ શુક્લાનુ નિધન 02 સપ્ટેમ્બરની સવારે લગભગ 9.30 વાગે થયુ હતુ અને 3 સપ્ટેમ્બરની બપોરે સાડા ત્રણ વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સિદ્ધાર્થ શુક્લાના ગયા બાદ તેમની કથિત પ્રેમિકા અને નજીકની દોસ્ત શહેનાઝ ગિલ એકદમ તૂટી ગઈ છે. સિડનાઝની જોડી પણ આ સાથે ખતમ થઈ ગઈ છે. સિદ્ધાર્થ શુક્લાની દોસ્ત અને કો-એક્ટ્રેસ પવિત્ર પુનિયાએ સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલના સંબંધને લઈને ઘણી વાતો કહી છે.

મને વિશ્વાસ નથી થતો કે સિદ્ધાર્થ આપણને છોડીને જતો રહ્યો છેઃ પવિત્ર પુનિયા

મને વિશ્વાસ નથી થતો કે સિદ્ધાર્થ આપણને છોડીને જતો રહ્યો છેઃ પવિત્ર પુનિયા

પવિત્રા પુનિયાએ કહ્યુ કે તે પોતાના સારા દોસ્ત અને કો-એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિદન પર વિશ્વાસ નથી કરી શકતી. પવિત્રા પુનિયાએ કહ્યુ કે સિદ્ધાર્થ શુક્લાને પોતાની ઉપલબ્ધિઓ પર ગર્વ હતો. તે જાણતો હતો કે તે કેટલો મહત્વાકાંક્ષી છે અને ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે અને ક્યાં પોતાની જગ્યા બનાવવાની છે. તે બધુ જાણતો હતો અને એમ કરતો પણ હતો.

પતિ-પત્નીથી કમ નહોતો સિદ્ધાર્થ અને શહેનાઝનો સંબંધ

પતિ-પત્નીથી કમ નહોતો સિદ્ધાર્થ અને શહેનાઝનો સંબંધ

પવિત્રા પુનિયાએ કહ્યુ કે સિદ્ધાર્થના પરિવાર અને શહેનાઝ ગિલ માટે તે ખૂબ જ દુઃખી છે. શહેનાઝ ગિલ વિશે વાત કરીને પવિત્રા પુનિયાએ કહ્યુ, 'હું એ નહિ કહુ કેસિદ્ધાર્થ અને શહેનાઝ દોસ્ત હતા કે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હતા પરંતુ તેમનો આ સંબંધ પતિ-પત્નીથી કમ નહોતો. સોની-મહિવાલ, રોમિયો-જૂલિયટ બાદ લોકો સિદ્ધાર્થ-શહેનાઝને યાદ કરશે.'

સિદ્ધાર્થ અને શહેનાથના રિલેશનના લોકો સપના જુએ છે

સિદ્ધાર્થ અને શહેનાથના રિલેશનના લોકો સપના જુએ છે

પવિત્રા પુનિયા કહે છે, 'આજે હું જ્યારે શહેનાઝને જોઉ છુ, તો મારી રૂહ કાંપી જાય છે. લોકો સિદ્ધાર્થ અને શહેનાઝ જેવો પવિત્ર સંબંધ બનાવવાના સપના જુએ છે. તેમના રિલેશનમાં એટલી સચ્ચાઈ હતી. તેમના ફેન્સ તેમના દિવાના છે. હું ખુદ શહેનાઝ અને સિડના પ્રેમમાં પાગલ હતી. મને આશા છે કે શહેનાઝ પોતાને સંભાળી લેશે અને આ દુઃખની ઘડીમાંથી તે બહાર નીકળશે.'

ટૉમ અને જેરી જેવો હતો, મારો અને સિદ્ધાર્થનો સંબંધ

ટૉમ અને જેરી જેવો હતો, મારો અને સિદ્ધાર્થનો સંબંધ

સિદ્ધાર્થ સાથે પોતાના સંબંધો પર વાત કરીને પવિત્રા પુનિયાએ કહ્યુ, 'અમારી વચ્ચે ટૉમ એન્ડ જેરી જેવો સંબંધ હતો. મે સિડસાથે 2011માં લવ યુ જિંદગીમાં લીડ તરીકે કામ કર્યુ હતુ. એ વખતે હું ઈન્ડસ્ટ્રીની રીત-ભાત જાણતી નહોતી. હું નવી હતી પરંતુ એટીટ્યુડમાં રહેતી હતી. એમટીવી સ્પ્લિટ્ઝવિલા બાદ મને યુથ આઈકૉન અને રિયાલિટી સ્ટાર કહેવા લાગ્યા હતા. વળી, સિદ્ધાર્થ રિઝર્વ્ડ, ક્રિએટીવ અને કામથી કામ રાખનાર હતો. તે મારા સીનિયર હતા તેમછતાં અમારી વચ્ચે ઝઘડા થઈ જતા.'

મને લાગતુ હતુ સિદ્ધાર્થ હીરો હશે પરંતુ પોતાના ઘરનો..

મને લાગતુ હતુ સિદ્ધાર્થ હીરો હશે પરંતુ પોતાના ઘરનો..

પવિત્રા પુનિયાએ આગળ કહ્યુ, 'મને લાગતુ હતુ કે સિદ્ધાર્થ હીરો હશે પરંતુ પોતાના ઘર માટે. અમારી વચ્ચે અંતર એટલુ વધી ગયુ હતુ કે અમે એકબીજા સાથે શૂટિંગ માટે પણ તૈયાર નહોતા. આ શો(લવ યુ જિંદગી) 6 મહિના સુધી ચાલ્યો. જ્યારે એમે એક અવૉર્ડ શો માટે મકાઉ ગયા તો અમારી વચ્ચે ફરીતી એક સારુ બૉન્ડિંગ બની ગયુ. અમે અહીં અમારા પરસ્પર મતભેદો ખતમ કરી લીધા.'

સિદ્ધાર્થ ન હોત તો બિગ બૉસમાં એક સપ્તાહ પણ ટકી ના શકત..

સિદ્ધાર્થ ન હોત તો બિગ બૉસમાં એક સપ્તાહ પણ ટકી ના શકત..

પવિત્રા પુનિયાએ આગળ કહ્યુ, 'મકાઉમાં મને સિદ્ધાર્થની એક અલગ જ સાઈડ જોવા મળી. તે ખૂબ જ પ્રોટેક્ટીવ અને જેન્ટલમેન હતો. શો ખતમ થયા બાદ અમારુ બૉન્ડિંગ સારુ થઈ ગયુ. બાદમાં, અમે બિગ બૉસમાં મળ્યા તો સિદ્ધાર્થે મને પૂછ્યુ, '10 વર્ષ પહેલાની પવિત્રા ક્યાં છે?' સિદ્ધાર્થ એ એનર્જીથી ભરેલી જૂની પવિત્રાને જોવા માંગતો હતો. જો સિડે મને અસલી પવિત્રા કોણ છે, એનો અહેસાસ ન કરાવ્યો હોત તો બિગ બૉસના ઘરમાં હું એક સપ્તાહ પણ ટકી ન શકી હોત.'

સુપરબાઈક્સ અને કારના દિવાના હતા સિદ્ધાર્થ

સુપરબાઈક્સ અને કારના દિવાના હતા સિદ્ધાર્થ

પવિત્રા પુનિયાએ જણાવ્યુ કે સિદ્ધાર્થ શુક્લાને સુપર બાઈક્સ અને કારોથી ખૂબ પ્રેમ હતો. સિડ ઘણીવાર પોતાની સુપરબાઈક લઈને શૂટિંગ માટે સેટ પર આવતો. જો તે જીવતો હોત તો આવતા બે વર્ષોમાં તે પોતાનના કરિયરમાં હજુ વધુ ઉંચાઈઓ પર પહોંચી ગયો હતો. પવિત્રા પુનિયાએ કહ્યુ, 'મને ખરેખર તેની ખૂબ યાદ આવે છે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X