For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીડિયાએ સોફિયા હકના સ્થાને સોફિયા હયાતને મારી નાંખી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 જાન્યુઆરી : આપણાં મીડિયા જગતમાં કેટલાંક લોકો એવા છે કે જેમની મૂર્ખામીપૂર્ણ હરકતથી આખા મીડિયા જગત લજવાય છે, પરંતુ આ લોકોના સ્વાસ્થ્ય ઉપર કંઈ અસર નથી થતી. તેનો તાજો દાખલો છે પોતાને મહિલાઓની બહેનપણી બતાવનાર એક ડૉટ કૉમ કમ્પનીનું નવું કારનામું. તેને આગળ રહેવાની આંધળી સ્પર્ધામાં એ પણ ભાન ન રહ્યું કે તે શું પ્રસારિત કરે છે?

હકીકતમાં કિસ્સો એ છે કે ગુરુવારે સમાચાર આવ્યાં કે જાણીતા વીજે અને અભિનેત્રી સોફિયા હકનું લંડન ખાતે આકસ્મિક નિધન થઈ ગયું. 41 વર્ષીય સોફિયાના મોતનું કારણ કૅંસર કહેવાય છે. આ માઠાં સમાચાર આવતાં જ બૉલીવુડ અને તમામ એન્ટરટેનમેંટ સાથે જોડાયેલ મીડિયા જગતમાં શોક વ્યાપી ગયો અને આઘાતની અસર જાણે કંઈક અવળી થઈ હોય, તેમ એક વેબસાઇટે સોફિયા હકના સ્થાને સોફિયા હયાતના મોતના સમાચાર પ્રસારિત કરી નાંખ્યાં. એટલું જ નહીં આ સમાચાર સૌપ્રથમ આપીને તેઓ ગૂગલ સર્ચ એંજિનમાં સૌથી ઊપર પણ આવી ગયાં.

ન્યુઝ વેબસાઇટની આ હરકતથી બિચારી સોફિયા હયાતનો આત્મા કેટલો દુઃખી થયો હશે. આ વાતનો અંદાજો આપણે ન લગાવી શકીએ. આવો જ એક બનાવ થોડાંક દિવસ અગાઉ શ્રી શ્રી રવિશંકર સાથે બન્યો હતો. તે બનાવ જોકે અમેરિકામાં બન્યો હતો.

નોંધનીય છે કે સોફિયા હકના શરીરમાં લોહીનો થર જામી ગયો હતો. જોકે તેમના નિકટના પરિજનોનું કહેવું છે કે સોફિયાને કૅંસર હતું, જેની જાણ બહુ મોડેથી થઈ. તેથી સોફિયાનું આટલી નાની વયે મોત થઈ ગયું છે.

English summary
After the death of VJ Sophiya Haque some news websites killed actress singer Sophiya Hayat in their news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X