• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક વર્ષમાં તૂટ્યા સોફિયા હયાતના લગ્ન, પતિને હેવાન ગણાવી કર્યા મોટા ખુલાસા

By Lekhaka
|

હોટ મોડલથી સાધવી બન્યા બાદ અચાનક લગ્ન કરનાર સોફિયા હયાત ફરી એક વખત સમાચારમાં છવાઇ છે, જેનું કારણ છે તેમના લગ્ન જીવનમાં પડેલી દરાર. જણાવી દઇએ કે સોફિયાએ ગયા વર્ષે વ્લાદ સ્ટેનેસકાઉ સાથે લગ્ન કર્યાં હતાં. સોફિયાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી પોતાના પતિથી અલગ થવાની વાત જણાવી હતી, જે બાદ કેટલાય સવાલો ઉઠ્યા હતા જેના જવાબ સોફિયાએ એક ઇન્ટર્વ્યૂમાં આપ્યા.

મારો પતિ રાક્ષસ હતોઃ સોફિયા

મારો પતિ રાક્ષસ હતોઃ સોફિયા

ક્યારેક પોતાના પતિની બાહોમાં જન્નત મહેસૂસ કરનારી સોફિયાએ ખુલાસો કર્યો કે એના પતિએ એને દગો આપ્યો છે. તે માણસના રૂપમાં હેવાન હતો, જેણે માત્ર સોફિયા સાથે પૈસા માટે લગ્ન કર્યાં હતાં. સોફિયાએ કહ્યું કે એના પતિએ જૂઠું બોલીને એની સાથે લગ્ન કર્યાં હતાં, તે કોનમેન હતો, તે એક દુકાનમાં કામ કરતો હતો અને અમે લોકોએ મુસ્લિમ રિતિ રિવાજથી લગ્ન કર્યાં હતાં ન કે બ્રિટિશ રિવાજથી. એ સમયે મને આઘાત લાગ્યો જ્યારે મારા પર્સમાંથી પૈસા ગાયબ થવા લાગ્યા.

પુરુષો પરથી ભરોસો ઉઠી ગયોઃ સોફિયા

પુરુષો પરથી ભરોસો ઉઠી ગયોઃ સોફિયા

મારો શક એ વખતે યકીનમાં બદલાઇ ગયો જ્યારે મેં એના ફોનમાં એની અને એની એક્સ પત્નીનું ચેટ વાચ્યું. કેટલાય લોકોએ મને સમજાવી હતી કે જેમની પાસે ઘર અને પૈસા ન હોય તેવા માણસ સાથે લગ્ન ન કરું. પરંતુ મેં જ પ્રેમને મહત્વ આપ્યું હતું. હવે મેં એને મારી જીંદગી અને ઘરથી બહાર કાઢી ફેંક્યો છે. એણે મને પૂરી રીતે તોડી મૂકી છે, જેને કારણે પુરુષો પરથી મારો ભરોસો ઉઠી ગયો છે.

મારો ગર્ભપાત થયોઃ સોફિયા

મારો ગર્ભપાત થયોઃ સોફિયા

સોફિયાએ વધુ એક ખુલાસો કરતા કહ્યું કે થોડા સમય પહેલાં હું બહુ ખુશ હતી, કેમ કે હું માં બનવાની હતી પરંતુ એ ખુશી પણ મારાથી દૂર થઇ ગઇ કેમ કે મારો ગર્ભપાત થઇ ગયો હતો. જો કે સોફિયાએ જરૂર કહ્યું કે વ્લાદ સ્ટેનેસકાઉ એના પ્રત્યે બહુ નરમ હતો અને ગુસ્સે થવા છતાં ક્યારેય એના પર ન તો હાઠ ઉઠાવ્યો હતો ન ખરાબ શબ્દો કહ્યા હતા, જો કે તે માત્ર પૈસા માટે જ સોફિયા સાથે જોડાયેલો હતો.

ગયા વર્ષે 24 એપ્રિલે લગ્ન થયાં હતાં

ગયા વર્ષે 24 એપ્રિલે લગ્ન થયાં હતાં

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 24 એપ્રિલના રોજ સોફિયાએ પોતાના મંગેતર વ્લાદ સ્ટેનેસકાઉ સાથે લગ્ન કરી લીધા હતા, વ્લાદ રોમાનિયાનો રહેવાસી છે. આ લગ્નમાં સોફિયાના નજીકના લોકો જ સામેલ થયા હતા. બંનેની ઉંમરમાં 10 વર્ષનો અંતર હતો.

મારા પતિએ મારા તન અને મનને અડી લીધુંઃ સોફિયા હયાત

મારા પતિએ મારા તન અને મનને અડી લીધુંઃ સોફિયા હયાત

બંનેના હનીમૂનની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે, જેના પર વાત કરવા પર સોફિયાએ કહ્યું કે વ્લૉટ તેના તન જ નહીં પણ મન સાથે પણ અટેચ થઇ ગયો હતો. જણાવી દઇએ કે બ્રિટનની રહેવાસી સોફિયા વર્લ્ડની 81મી મોસ્ટ સેક્સિએસ્ટ વિમેનનો ખિતાબ જીતી ચૂકી છે પરંતુ તે હંમેશા પોતાના અજીબો-ગરીબ નિવેદનો અને તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

English summary
Model-turned-nun Sofia Hayat has confirmed that she divorced husband Vlad Stanescu after just a year of marriage and accused him of fraud, stealing and lying.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more