Box Office Collection: 'સન ઓફ સરદાર 2' અને 'ધડક 2' ની કમાણીમાં આવ્યો ઉછાળો, પરંતુ હજુ પણ 'સૈયારા' થી પાછળ છે
Box Office Collection: આજકાલ, અજય દેવગણ અને મૃણાલ ઠાકુર અભિનીત ફિલ્મ 'સન ઓફ સરદાર 2' (Son of Sardaar 2) બોલિવૂડ બોક્સ ઓફિસ પર સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'ધડક 2' સાથે સ્પર્ધા કરી રહી છે. બંને ફિલ્મો રિલીઝ થયાને માત્ર બે દિવસ થયા છે અને તેમની શરૂઆતની કમાણીના આંકડા બહાર આવવા લાગ્યા છે, જે બોક્સ ઓફિસ પર ચાલી રહેલી સ્પર્ધાનો અંદાજ આપે છે.

ટ્રેડ એનાલિસ્ટ Sacnilkના અહેવાલ મુજબ, અજય દેવગણની 'સન ઓફ સરદાર 2' એ બીજા દિવસે ₹7.50 કરોડની કમાણી કરી છે. આ કમાણી સાથે, ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન હવે ₹14.75 કરોડ થઈ ગયું છે. જોકે ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ રિલીઝના પહેલા દિવસે તે દર્શકોને અપેક્ષા મુજબ પ્રભાવિત કરી શકી નથી. ફિલ્મની શરૂઆત ખૂબ જ ધીમી રહી છે. તેનું કારણ પણ સૈયારા છે. કારણ કે ફરી એકવાર સપ્તાહના અંતે સૈયારાની કમાણીમાં ઉછાળો આવ્યો છે.
'સન ઓફ સરદાર 2' સાથે રિલીઝ થયેલી 'ધડક 2'(Dhadak 2) ની વાત કરીએ તો, સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની આ ફિલ્મે બીજા દિવસે ₹3.75 કરોડની કમાણી કરી છે. Sacnilkના રિપોર્ટ મુજબ, 'ધડક 2'નું કુલ કલેક્શન બે દિવસમાં ₹7.25 કરોડ પર પહોંચી ગયું છે. પહેલા દિવસની જેમ, બીજા દિવસે પણ 'ધડક 2' કમાણીની દ્રષ્ટિએ 'સન ઓફ સરદાર 2' કરતાં ઘણું પાછળ હતું.
'સન ઓફ સરદાર'ના પહેલા ભાગને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. એટલું જ નહીં, ફિલ્મને હિટ કેટેગરીનો દરજ્જો પણ મળ્યો હતો. જોકે, આ વખતે ફિલ્મને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. આ જ કારણ છે કે ફિલ્મનું કલેક્શન પહેલા દિવસે જ ઘટ્યું છે. નિર્માતાઓ આશા રાખી રહ્યા છે કે સપ્તાહના અંતે આ કલેક્શન વધશે. પરંતુ આમાં પણ ફિલ્મ નિરાશાજનક લાગે છે.












Click it and Unblock the Notifications
