Pics : આયટમ સૉંગ કરશે સોનાક્ષી, સૂર્યા સાથે લગાવશે ઠુમકાં!
મુંબઈ, 9 જાન્યુઆરી : બૉલીવુડના દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા ફરી એક વાર આયટમ સૉંગ કરવાની તૈયારી કરી રહ્યાં છે. અત્યાર સુધી ત્રણથી ચાર ફિલ્મોમાં આયટમ સૉંગ કરી ચુકેલા સોનાક્ષી સિન્હા ફરી એક વાર આયટમ સૉંગમાં નજરે પડનાર છે. જોકે તેઓનું આ આયટમ સૉંગ કોઈ બૉલીવુડ ફિલ્મમાં નહીં, પણ એક તામિળ ફિલ્મમાં હશે.
મળતી માહિતી મુજબ તામિળ ફિલ્મોના સ્ટાર સૂર્યા શિવકુમારની આગામી તામિળ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા આયટમ સૉંગ કરી શકે છે. આ આયટમ સૉંગમાં સોનાક્ષી સૂર્યા સાથે ઠુમકાં લગાવશે. આ ખાસ ગીત માટે સોનાક્ષીનો તાજેતરમાં જ સમ્પર્ક કરવામાં આવ્યો છે. ફિલ્મના દિગ્દર્શક એન લિંગુસામીએ જણાવ્યું કે સોનાક્ષી સિન્હાએ આ ખાસ ગીત માટે રસ દાખવ્યો છે.
લિંગુસામીએ જણાવ્યું - અમે એક ખાસ ગીત માટે સોનાક્ષી સાથે સમ્પર્ક કર્યો હતો. આ ફિલ્મનું આયટમ નંબર નથી. તેમને આ સાચે જ ગમ્યું અને તેમણે તેને કરવામાં રસ દાખવ્યો છે, પરંતુ હજી તેમણે ગીત અંગેની ઑફર ઉપર હસ્તાક્ષર નથી કર્યાં. આ ખાસ ગીત આવતા મહીને મુંબઈમાં શૂટ થવાની શક્યતા છે. ફિલ્મમાં સામંતા રુથ પ્રભુ, વિદ્યુત જામવાલ, મનોજ બાજપાઈ તથા રાજપાલ યાદવ પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.
આવો હાલ તો આપણે જોઇએ સોનાક્ષી સિન્હાના અત્યાર સુધીના આયટમ સૉંગ :

ગો ગો ગો ગોવિંદા...
દબંગ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સોનાક્ષી સિન્હાએ પહેલી વાર ઓહ માય ગૉડ ફિલ્મમાં પ્રભુ દેવા સાથે ગો ગો ગો ગોવિંદા... આયટમ સૉંગ કર્યુ હતું.

થૅંક ગૉડ...
ઓએમજી પછી સોનાક્ષીએ અજય દેવગણની ફિલ્મ હિમ્મતવાલામાં થૅંક ગૉડ ઇટ્સ ફ્રાઇડે... આયટમ સૉંગ કર્યુ હતું.

પાર્ટી ઑલનાઇટ...
બૉસ ફિલ્મમાં સોનાક્ષી પાર્ટી ઑલનાઇટ... આયટમ સૉંગ ઉપર અક્ષય કુમાર સાથે ઠુમકા લગાવતા નજરે પડ્યા હતાં.

તમંચે પે ડિસ્કો...
છેલ્લે સોનાક્ષી સિન્હા પોતાની ફિલ્મ બુલેટ રાજામાં તમંચે પે ડિસ્કો... આયટમ સૉંગમાં ઝૂમતાં દેખાયા હતાં.

સૂર્યા સાથે લગાવશે ઠુમકાં
સોનાક્ષી સિન્હા હવે તામિળ ફિલ્મમાં સૂર્યા શિવકુમાર સાથે એક ગીતમાં ઠુમકા લગાવવાનાં છે. જોકે ફિલ્મના દિગ્દર્શકના જણાવ્યા મુજબ આ કોઈ આયટમ સૉંગ નહીં હોય, પણ ખાસ ગીત હશે.












Click it and Unblock the Notifications
