PICS : કુશ સિન્હાના લગ્નમાં મોદી-બચ્ચન સહિત દિગ્ગજોની હાજરી
મુંબઈ, 19 જાન્યુઆરી : આપ વિચારતાં હશો કે આખરે આ કોણ છે કે જે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને થૅંક યૂ બોલી રહ્યું છે? તો આપને બતાવી દઇએ કે આ છે આપના સોનાક્ષી સિન્હા કે જેમના ભાઈ કુશ સિન્હાનાં લગ્ન ગઈકાલે યોજાઈ ગયાં. આ લગ્ન સમારંભમાં એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી સમારંભને ખાસ બનાવી દીધુ હતું, તો બીજી બાજુ અમિતાભ બચ્ચન, હેમા માલિની સહિત બૉલીવુડના અનેક દિગ્ગજો હાજર રહ્યાં. સૌએ શૉટગન શત્રુઘ્ન સિન્હાને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યાં અને સાથે જ કુશને તેમના નવા લગ્નજીવન માટે પણ ખૂબ-ખૂભ શુભેચ્છાઓ પાઠવી.
Salaamat rahe dostaana aapka! Thank u @SrBachchan uncle and jaya aunty for the warmth and happiness :) pic.twitter.com/WooWwIMUUk
— Sonakshi Sinha (@sonakshisinha) January 18, 2015 સોનાક્ષી સિન્હાએ પોતાના ભાઈ કુશના લગ્નની તમામ તસવીરો પોતાના ટ્વિટર ઍકાઉંટ ઉપર શૅર કરી. સોનાએ ખાસ તો શત્રુઘ્ન સિન્હા અને અમિતાભ બચ્ચનની તસવીર નીચે કૅપ્શનમાં લખ્યું, ‘સલામત રહે દોસ્તાના આપકા. થૅંક યૂ બચ્ચન અંકલ અને જયા આંટી. આપ અમારી ખુશીમાં સામેલ થયાં.'
નોંધનીય છે કે સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન સિન્હા અને અમિતાભ બચ્ચન એક-બીજાના ખૂબ જ નજીકના મિત્રો રહ્યાં છે. બંનેની ફિલ્મ દોસ્તાનામાં બંનેની મૈત્રી ખૂબ જ સુંદર રીતે રજૂ કરાઈ હતી. બાદમાં શત્રુઘ્ન અને અમિતાભના સંબંધો વણસ્યા હતાં, પરંતુ તાજેતરના વર્ષોમાં બંનેના સંબંધો ફરીથી સુમધુર બન્યા હતાં.
ચાલો આપને બતાવીએ કુશ સિન્હાના લગ્નની તસવીરો :

શત્રુઘ્ન-અમિતાભ
શત્રુઘ્ન સિન્હાને તેમના દીકરા કુશના લગ્ન પ્રસંગે શુભેચ્છા પાઠવતાં અમિતાભ બચ્ચન.

મહિલા મહેમાનો
સોનાક્ષી સિન્હાએ ભાઈના લગ્ન પ્રસંગે હાજર રહેલ હેમા માલિની, ટીના અંબાણી, જયા બચ્ચન અને પૂનમ ઢિલ્લોં સાથે પોઝ આપ્યો હતો.

પરિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કુશના લગ્નમાં પહોંચી નવ વર-વધુને આશીર્વાદ આપ્યા હતાં.

ગ્રુપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગ્રુપી.

પિતા-પુત્રીની સેલ્ફી
સોનાક્ષી સિન્હા અને પિતા શત્રુઘ્ન સિન્હાની સેલ્ફી.

પીએમે મોઢું ગળ્યું કરાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુત્ર કુશના લગ્ન પ્રસંગે પિતા શત્રુઘ્નનુ મોઢું ગળ્યુ કરાવ્યુ હતું.

બ્યુટી ક્વીન
ભાઈના લગ્નમાં સોનાક્ષીનો વટ પડી ગયો હતો. તેઓ પરમ્પરાગત વસ્ત્રોમાં બ્યુટી ક્વીન લાગતા હતાં.

ઐશ-અભિ
ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે કુશના લગ્નમાં પહોંચ્યા હતાં.

વધુ એક ગ્રુપી
જુઓ અહીં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, મનીષ મલ્હોત્રા, ડેવિડ ધવન પોઝ આપી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
