પ્રિયંકાને શાબાશીની જગ્યાએ મળી સલાહ, સોનાક્ષીએ કર્યો સપોર્ટ

Written By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરા આજે એક ગ્લોબલ સેલિબ્રિટી છે અને હાલના દિવસોમાં ઇન્ડિયા કરતાં વિદેશમાં વધુ સક્રિય છે. હાલ આ માટે જ પ્રિયંકા ચોપરા સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરા જૉર્ડનની રાજધાની અમાન પહોંચી હતી અને સીરિયન બાળકોના ભણતર માટે ચાલી રહેલા કેમ્પેનમાં તેણે ભાગ લીધો હતી. પ્રિયંકાએ જૉર્ડન કંટ્રી ઓફ ક્લબ્સમાં બાળકો સાથે થોડો સમય પણ પસાર કર્યો હતો અને એની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પ્રિયંકાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ હતી.

સીરિયાના બાળકોની મદદે પ્રિયંકા

તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક સીરિયન પરિવારના બાળકો સાથેની પોતાની તસવીર શેર કરતાં કેપ્શનમાં આ પરિવારની આપવીતી અંગે લોકોને જાણકારી આપી હતી. સાથે જ પ્રિયંકાએ આ બાળકો માટે દાન કરવા લોકોને પ્રોત્સાહન આપ્યું હતું. જો કે, પ્રિયંકાની આ વાત તેના કેટલાક ઇન્ડિયન ફેન્સને રૂચિ નહીં.

શાબાશીની જગ્યાએ મળી સલાહ

શાબાશીની જગ્યાએ મળી સલાહ

આપણા દેશમાં પણ ઘણા એવા પરિવાર અને બાળકો છે, જેમને ભણતર, ભોજન, ઘર જેવી પાયાની સગવડ માટે મદદની જરૂર છે. પ્રિયંકાની આ પોસ્ટ પર રવીન્દ્ર ગૌતમ નામના યૂઝરે આ જ ટિપ્પણી કરી હતી. તેમણે પ્રિયંકાને ભારતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકોની મુલાકાત લેવાનું સૂચવ્યું હતું.

પ્રિયંકાનો સણસણતો જવાબ

પ્રિયંકાનો સણસણતો જવાબ

ગૌતમના આ ટ્વીટ પર પ્રિયંકાએ સામે લખ્યું કે, મેં યુનિસેફ ઇન્ડિયા સાથે 12 વર્ષ કામ કર્યું છે અને આવી અનેક જગ્યાઓએ ગઇ છું. તમે શું કર્યું છે? એક બાળકની હેરાનગતિ કે પીડા બીજા બાળકથી ઓછી કઇ રીતે હોઇ શકે?

સોનાક્ષીએ કર્યા પ્રિયંકાના વખાણ

સોનાક્ષીએ કર્યા પ્રિયંકાના વખાણ

બીજી બાજુ, સોનાક્ષી સિન્હાએ સીરિયાના બાળકોની મદદ કરવા બદલ પ્રિયંકા ચોપરાના વખાણ કર્યા છે. સોનાક્ષીએ આ અંગે ટ્વીટ કરતાં લખ્યું છે, યુનિસેફ સાથે મળીને પ્રિયંકા ચોપરા હાલ જે કરી રહી છે, એ જ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઇએ. પરિવર્તન લાવો. આ ટ્વીટ સાથે જ તેણે પ્રિયંકા માટે #womanofsubstance નું ટેગ વાપર્યું હતું.

English summary
Priyanka Chopra is woman of substance, tweets Sonakshi Sinha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.