સોનલ ચૌહાણે શર્ટના બટન ખોલીને ગ્લેમરસનો તડકો માર્યો, જુઓ વીડિયો
ઈમરાન હાશમી સાથે જન્નતમાં જોવા મળેલી અને સાઉથની ફિલ્મોમાં જોવા મળતી અભિનેત્રી સોનલ ચૌહાણ તેની ફિલ્મો કરતા તેના બોલ્ડ અંદાજ માટે સોશિયલ મીડિયા પર વધારે ચર્ચામાં રહે છે. હવે સોનલે ફરી એક વખત શર્ટના બટન ખોલીને ઈન્ટરનેટ પર આગ લગાવી છે.
સોનલ ચૌહાણ હાલમાં પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેનો આ ગ્લેમરસ અંદાજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોનલ ચૌહાણે તેના શર્ટના બટન ખોલીને બ્રાલેટ લુકથી ફેન્સની ધડકન વધારી છે. તસવીરો સામે આવતા જ ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.

સોનલ ચૌહાણ બોલિવૂડમાં એન્ટ્રી કરતા જ છવાઈ ગઈ હતી. સોનલ ચૌહાણ પહેલીવાર ફિલ્મ જન્નતમાં ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેને એટલી પસંદ કરવામાં આવી કે તે નેશનલ ક્રશ બની ગઈ હતી.
જો કે મોટી સફળતા પછી પણ સોનલ ચૌહાણ બોલિવૂડમાં પોતાનો પગ જમાવી શકી નથી. આ ફિલ્મ 2008માં રીલિઝ થઈ હતી અને ત્યારબાદ ચર્ચા થઈ રહી હતી કે સોનલ ચૌહાણ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણું નામ કમાશે. જો કે તેવુ થયુ નહીં.
સોનલ ચૌહાલ તેની ફિલ્મો કરતા તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. ફેન્સ પણ તેના ગ્લેમરસ અંદાજના દિવાના છે. હવે તેનો બ્રાલેટ લુક સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
