Pics : રાંઝણાના છોરા-છોરી હવે લક્સથી ન્હાશે!
મુંબઈ, 27 જૂન : રાંઝણા હિટ શું થઈ સોનમ કપૂરના તો દિવસો જ ફરી ગયાં. જોકે છેલ્લા પાંચ વર્ષોથી તેમની પાસે પોતાના પાપા અનિલ કપૂરના સ્ટારડમના કારણે કામની તો કોઈ કમી નહોતી, પણ હવે તેમને જે કામ મળી રહ્યું છે, તે તેમના બળે હાસલ થઈ રહ્યું છે.
જાણવા મળે છે કે ફિલ્મી સિતારાઓનો ખૂબ જ મનપસંદ સાબુ એટલે કે લક્સની જાહેરખબર માટે સોનમ-ધનુષ એટલે કે રાંઝણાને એપ્રોચ કરવામાં આવ્યાં છે. આ માહિતી સોનમ કપૂરે ટ્વિટર ઉપર આપી છે. આ સાથે જ સોનમ કપૂર બૉલીવુડની ટોચની અભિનેત્રીઓની તે યાદીમાં નોંધાઈ જશે કે જેમણે લક્સની જાહેરખબર કરી છે.
નોંધનીય છે કે ગત 21મી જૂને રિલીઝ થયેલ અનિલ કપૂર નિર્મિત તથા આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મે વીકેન્ડે 31.5 કરોડ રુપિયાની કમાણી કરી છે.
આવો તસવીરો દ્વારા બતાવીએ કે કયા-કયા સિતારાઓને લક્સની જાહેરખબરમાં કામ કરવાની તક મળી છે :

સોનમ-ધનુષ
રાંઝણાની જોડી સોનમ કપૂર અને ધનુષ હવે લક્સથી ન્હાતા દેખાશે. ફિલ્મ હિટ થતાં આ જોડી પણ હિટ થઈ ગઈ છે.

અભિષેક-ઐશ
બૉલીવુડના મોસ્ટ સેક્સી કપલ અભિષેક-ઐશ્વર્યાએ પણ લક્સ સોપની અનેક જાહેરખબરો કરી છે કે જે હિટ રહી છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાન બૉલીવુડના પ્રથમ અભિનેતા હતાં કે જેઓ લક્સ સાબુની એડમાં દેખાયા હતાં. શાહરુખ અગાઉ આ જાહેરખબર અભિનેત્રીઓ જ કરતી હતી. શાહરુખ બાદ અભિષેકની એન્ટ્રી થઈ હતી.

ભવ્ય ઇતિહાસ
મધુબાલા, હેમા માલિની, શ્રીદેવી, માધુરી દીક્ષિત, કરીના કપૂર, કૅટરીના કૈફ જેવી લીડ એક્ટ્રેસોએ લક્સની જાહેરખબર કરી

ફિલ્મી સ્ટાર્સનો ભરોસો
લક્સ છેલ્લા ચાલીસ વર્ષોથી લોકોની પસંદ બની રહ્યો છે કે જેની પાછળનું કારણ છે કે તેવા ફિલ્મી સ્ટાર્સ દ્વારા તેની જાહેરખબર કરવી કે જેમને દુનિયા પલકોએ બેસાડે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
