For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનમ કપૂર અને આનંદ આહૂજાના દીકરાની પહેલી તસવીર આવી સામે, રાખ્યુ આ નામ, અર્થ પણ જણાવ્યો

બૉલિવુડ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં જ માતા બની છે. પ્રેગ્નેન્સી દરમિયાન ફોટોશૂટ કરાવનાર સોનમ કપૂરે હવે ખુલાસો કર્યો છે કે...

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં જ માતા બની છે. પ્રેગ્નેન્સી દરમિયાન ફોટોશૂટ કરાવનાર સોનમ કપૂરે હવે ખુલાસો કર્યો છે કે તેણે તેના પુત્રનુ નામ શું રાખ્યુ છે. સોનમ કપૂર અને આનંદ આહુજાએ પણ તેમના નવજાત બાળક સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. સોનમ અને આનંદનો દીકરો 20 સપ્ટેમ્બરે એક મહિનાનો થઈ ગયો. સોનમે એક ક્યૂટ ફોટો શેર કરીને જણાવ્યુ કે તેણે પોતાના પુત્રનુ નામ વાયુ કપૂર આહુજા રાખ્યુ છે. 20 ઓગસ્ટના રોજ જન્મેલી અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ લખીને પોતાના પુત્રના નામનો અર્થ શેર કર્યો છે.

ત્રણેયે પહેર્યો મેચિંગ ડ્રેસ

ત્રણેયે પહેર્યો મેચિંગ ડ્રેસ

સોનમે જે ફોટો શેર કર્યો છે તે બાળકોના નામકરણ પૂજાનો લાગી રહ્યો છે. જ્યારે સોનમ પીળા રંગના હેવી સૂટમાં જોવા મળે છે, તો આનંદ આહુજા અને તેનો એક મહિનાનો પુત્ર પણ પીળા રંગના કપડામાં જોવા મળી રહ્યા છે.

દીકરાનુ નામ વાયુ કપૂર આહુજા કેમ રાખ્યુ

દીકરાનુ નામ વાયુ કપૂર આહુજા કેમ રાખ્યુ

ઈન્સ્ટાગ્રામ નોટમાં સોનમે જણાવ્યું કે તેણે શા માટે તેના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે. અભિનેત્રીએ લખ્યું -શક્તિની ભાવનામાં જેણે આપણા જીવનમાં નવા અર્થનો શ્વાસ લીધો છે. હનુમાન અને ભીમની ભાવનામાં, જેઓ અપાર હિંમત અને શક્તિનુ પ્રતિક છે. પવિત્ર, જીવન આપનાર અને સદાકાળની આપણી ભાવનામાં, અમે તેમના પુત્ર વાયુ કપૂર આહુજા માટે આશીર્વાદની શુભેચ્છા પાઠવીએ છીએ. વાયુ એ હિંદુ શાસ્ત્રોના પાંચ તત્વોમાંનુ એક છે. તે શ્વાસના દેવ છે, હનુમાન, ભીમ અને માધવના આધ્યાત્મિક પિતા છે અને તે હવાના અતિ શક્તિશાળી સ્વામી છે.

પ્રાણ વાયુ છે જે બ્રહ્માંડમાં જીવન અને બુદ્ધિની માર્ગદર્શક શક્તિ છે

પ્રાણ વાયુ છે જે બ્રહ્માંડમાં જીવન અને બુદ્ધિની માર્ગદર્શક શક્તિ છે

સોનમે પોસ્ટમાં આગળ લખ્યુ કે પ્રાણ એ વાયુ છે, જે બ્રહ્માંડમાં જીવન અને બુદ્ધિનુ માર્ગદર્શક બળ છે. પ્રાણ, ઇન્દ્ર, શિવ અને કાલીના તમામ દેવો વાયુ સાથે સંબંધિત છે. તે દુષ્ટતાનો નાશ કરી શકે તેટલી સરળતાથી તે જીવોમાં જીવનનો શ્વાસ લઈ શકે છે. વીર, બહાદુર અને મોહક સુંદર. વાયુ અને તેના પરિવારને આપની સતત શુભેચ્છાઓ અને આશીર્વાદ બદલ આભાર.

બ્લાઈન્ડમાં જોવા મળશે સોનમ

બ્લાઈન્ડમાં જોવા મળશે સોનમ

સોનમ છેલ્લે દુલકર સલમાન સાથે ધ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી. અભિનેત્રીએ ફિલ્મમાં ઝોયા સિંહ સોલંકીની ભૂમિકા ભજવી હતી. સોનમ પુરદ કોહલી, વિનય પાઠક અને લિલેટ દુબેની સાથે બ્લાઈન્ડમાં જોવા મળશે. બ્લાઈન્ડની વાત કરીએ તો, તે આ જ નામની 2011ની કોરિયન ફિલ્મની રિમેક છે.

English summary
Sonam Kapoor and Anand Ahuja share first pic of their son, explain the meaning of name.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X