બોલિવૂડની ફેશન ક્વીન, વર્લ્ડ ફેશન આઇકોન્સને આપ્યું ટ્રિબ્યૂટ!

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડની સ્ટાઇલ ક્વીન ગણાતી સોનમ કપૂર પોતાની ફેશન સેન્સ અને હટકે સ્ટાયલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે હંમેશા પોતાના લૂક અને ફેશનના કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહે છે. બોલિવૂડ ફેશનમાં સોન કપૂરને ટ્રેન્ડ સેટર કહીએ તો પણ ખોટું નહીં ગણાય! ઇન્ટરનેશન ફેશન અને ક્લાસિક ફેશન વચ્ચે બેલેન્સ જાળવતા તેને ખૂબ સારી રીતે આવડે છે. ગ્લોબલ મંચ પર પણ તેણે ઇન્ડિય ફેશન આઇકોન તરીકે પોતાની અલગ છાપ ઊભી કરી છે. થોડા જ સમય પહેલા વોગની 10મી એનિવર્સરી પર સોનમને ફેશન આઇકોન ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો છે. તે બાદ સોનમ કપૂરે એક શાનદાર ફોટો શૂટ કરાવ્યું છે, જેમાં તેણે ખૂબ અનોખા અંદાજમાં દુનિયાના જાણીતા પેશન આઇકોન્સને ટ્રિબ્યૂટ આપ્યું છે. સોનમ કપૂરના આ ક્લાસિક ફોટોશૂટની કેટલીક તસવીરો જુઓ અહીં..

મર્લિન ડીટ્રિચ

મર્લિન ડીટ્રિચ

મર્લિન ડીટ્રિચ ખૂબ જ પ્રખ્યાત જર્મન એક્ટેસ છે. તે તેની ફિલ્મોમાં ગ્લેમર્સ લૂકના કારણે ચર્ચમાં રહેતી હતી. સોનમ કપૂરે પોતાને ખૂબ જ સારી રીતે મર્લિન ડીટ્રિચના અવતારમાં ટ્રાન્સફોર્મ કરી હતી. બ્લેક કોર્ટ અને હેટમાં સોનમનો એટિટ્યૂડ જોરદાર લાગી રહ્યો હતો.

મધુબાલા

મધુબાલા

મધુબાલાને કોણ ઓળખતું નહી હોય? બોલીવૂડની એવરગ્રીન બ્યુટી મધુબાલા દુનિયાના સૌથી સુંદર સ્ત્રીઓમાંના એક છે. તેના મોઢા પરની કોમળતા અને સુંદરતાએ તેમને જગ પ્રસિદ્ધિ અપાવી છે. સોનમે મધુબાલાના મોગલ-એ-આઝમના લૂકને પોતાની અદામાં કઈંક આ રીતે રજુ કર્યો હતો

માતાહરિ

માતાહરિ

સોનમ આ ફોટોમાં ડચ એક્ઝોટિક ડાન્સર માતાહરિના લૂકમાં જોવા મળી રહી છે. માતાહરિના સમયમાં તેમની સુંદરતાની ખૂબ ચર્ચા થતી હતી, તેમની એક ઝલક જોવા માટે લોકો કંઇ પણ કરી શકતા હતા. તેમના વિશે કહેવાતું કે, માતાહરિ કોઇને પણ પોતાની સુંદરતાથી મોહિત કરી શકે છે. મોહક માતાહરિના અવતારમાં સોનમ કપૂર પણ અત્યંત સુંદર લાગી રહી છે.

ફ્રિડા કાહલો

ફ્રિડા કાહલો

વિશ્વના ફેશન આઇકોન્સની વાત કરવામાં આવે તો તેમાં મેક્સિકન આર્ટિસ્ટ ફ્રિડા કાહલોનું નામ પણ ઘણું જાણીતું છે. તે મોટેભાગે પોતાના સેલ્ફ પ્રોટ્રેઇટ બનાવવા માટે જાણીતા હતા. આ તસવીરમાં તેનો લૂક, આઉટફિટ અને હેરસ્ટાલ ફ્રિડાથી ઇન્સ્પાયર્ડ છે. સોનમના અત્યાર સુધીના ફેશન સ્ટાઇલ ફોટોઝ કરતા આ બિલકૂલ જ અલગ છે.

English summary
sonam kapoor, crowned as the Fashion Icon Of The Year paid tribute to the biggest fashion icons by transforming herself as them in this glorious photoshoot.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.