Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video : તો શાહિદ સોનાક્ષીને કહેત ‘મેરી હર મનમાની તુમ તક’

મુંબઈ, 21 મે : આજકાલ એ આર. રહેમાનના સંગીતથી સજ્જ ગીત મેરી યહ મનમાની કેવલ તુમ તક... ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. ફિલ્મનું નામ છે રાંઝણા કે જેમાં પહેલી વાર હિન્દી સિનેમાના પડદે આવી રહ્યાં છે રજનીકાંતના જમાઈ ધનુષ. ફિલ્મમાં તેમના પ્રેમિકા બન્યા છે સોનમ કપૂર કે જે એક વિદ્યાર્થિનીના ગેટઅપમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે.

sonam-kapoor-dhanush-raanjhnaa

એમ કહેવું ખોટું નહિં ગણાય કે ફિલ્મના પ્રોમોએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કેટલાંક લોકોએ કહેવું પણ શરૂ કર્યું છે કે શક્ય છે કે આ ફિલ્મ બાદ સોનમની કિસ્મત ચમકી ઉઠે.

ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલે છે. નિર્માતા અનિલ કપૂર અગાઉ જ કહી ચુક્યાં છે કે રાંઝણા ફિલ્મને સફળ થતા કોઈ નહિં રોકી શકે, પરંતુ આપને જણાવી દઇએ કે ફિલ્મના દિગ્દર્શોની પ્રથમ પસંદગી સોનમ કપૂર અને ધનુષ નહોતાં, બલ્કે આ ફિલ્મમાં લીડ રોલ માટે શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હા પસંદ કરવામાં આવ્યા હતાં. બંનેએ કોઇક કારણસર ફિલ્મ ન કરી અને 2012માં ધનુષ તથા સોનમે ફિલ્મ સાઇન કરી. બંનેનું માનવું છે કે ફિલ્મની વાર્તા દમદાર છે. જો આમ થયુ હોત તો આજે ફિલ્મમાં સોનમ-ધનુષના સ્થાને શાહિદ-સોનાક્ષી હોત.

કોલાવેરી ડી સૉંગ દ્વારા સૌના હૃદયમાં સ્થાન બનાવનાર ધનુષની પ્રથમ હિન્દી ફિલ્મ રાંઝણા છે કે જે આવતા માસે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ધનુષ સાથે અભય દેઓલ પણ છે.

<center><iframe width="100%" height="417" src="http://www.youtube.com/embed/wC9E5zxFwxg" frameborder="0" allowfullscreen></iframe></center>

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X