For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનૂ સુદનુ સૌથી મોટુ પગલુ, કોરોના કાળમાં અપાવશે નોકરી, જાહેર કર્યો હેલ્પલાઈન નંબર!

સોનૂ સુદને ભલા કોણ ભૂલી શકે છે. તે સતત ચર્ચામાં છે અને ફરીથી એક મોટુ કામ કરવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના કાળમાં ગયા વર્ષ દેશમાં પ્રવાસી મજૂરો માટે આગળ આવીને કામ કરનાર અભિનેતા સોનૂ સુદને ભલા કોણ ભૂલી શકે છે. તે સતત હાલમાં ચર્ચામાં છે અને ફરીથી એક મોટુ કામ કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો નવો સ્ટ્રેન ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે અને બધા રાજ્યોમાં સ્થિતિ કંઈ ઠીક નથી એવામાં સંભવ છે કે લૉકડાઉન લાગી શકે છે. આ વિશે સોનૂ સુદે એક મોટુ પગલુ લીધુ છે જેનાથી લોકોને નોકરી મળી શકે.

'તમારા રોજગારની ચિંતા મારા પર છોડી દો'

'તમારા રોજગારની ચિંતા મારા પર છોડી દો'

આ માટે સોનૂ સુદે એક પોસ્ટ કરી છે જે ઘણી ઝડપથી વાયરલ થઈ રહી છે સોનૂ સુદ લખે છે કે...લૉકડાઉન થાય કે ના થાય, તમારા રોજગારની ચિંતા મારા પર છોડી દો. ફોટો શેર કરીને સોનૂ સુદે પોતાના ટ્વિટમાં લખ્યુ, 'કોશિશ જરુર કરીશ.' સોનુ સુદે એક લિંક આપી છે જેમાં એક હેલ્પલાઈન નંબર તમને મળશે.

ફરીથી મળશે નોકરી

ફરીથી મળશે નોકરી

જો કોવિડ-19ના કારણે તમારી નોકરી ગઈ હોય અને તમે મુશ્કેલીમાં હોય તો આ નંબર પર કૉલ કરી શકો છો. તમને ફરીથી નોકરી મળશે. સોનૂ સુદનુ આ પગલુ ઘણુ મોટુ ગણવામાં આવી રહ્યુ છે અને લોકો તેમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. જો આવુ થાય તો નિશ્ચિત સોનૂ સુદ એક મોટો ચહેરો બનીને આવનારા સમયમાં ઉભરવાના છે. કોરોના કાળના સમયમાં સોનૂ સુદે જેટલી મહેનત કરી હતી તેના માટે યુનાઈટેડ નેશન્સે પણ તેમને સમ્માનિત કર્યા હતા જે ખૂબ જ ગૌરવની વાત છે.

મસીહા અને મદદગાર સોનૂ સુદ

મસીહા અને મદદગાર સોનૂ સુદ

સોનૂ સુદને ઘણા ફેન્સ અત્યાર સુધી મસીહા અને મદદગાર જેવા નામો આપી ચૂક્યા છે. સોનૂ સુદના વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં તેઓ આચાર્ય, પૃથ્વીરાજ અને તમિલરાસન જેવી ધમાકેદાર ફિલ્મોમાં બિઝી છે પરંતુ તેઓ કોરોનાના કામો માટે હંમેશા ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે એક વાર ફરીથઈ ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને નિયમોનુ પાલન ઘણી કડકાઈથી કરાવવામાં આવી રહ્યુ છે.

દિશા પટાનીએ બેડરૂમમાં આપ્યા બોલ્ડ પોઝ, એકલામાં જુઓ સુપર હૉટ બિકિની ફોટા

English summary
Sonu Sood all set to held people who loss their jobs in corona time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X