For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરજ પંચોલી 11મી જુલાઈ સુધી જ્યુડિશિય કસ્ટડીમાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 જૂન : સૂરજ પંચોલની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ નથી લેતી. સૂરજને આજે મુંબઈમાં થયેલ પ્રેસ કૉન્ફરંસિંગ વડે 11મી જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો ચુકાદો અપાયો છે. સૂરજના પરિવારે તાજેતરમાં જ રિજેક્ટ થયેલ જામીન અરજી પુનઃ હાઈકોર્ટમાં દાખલ કરી છે, પણ તેની પર સુનવણી 5મી જુલાઈએ થશે.

સૂરજ પંચોલીની ધરપકડ બાદથી જ તેમનો પરિવાર તેમની જામીન માટે પ્રયત્નો કરી રહ્યાં છે, પરંતુ મુંબઈની સેશન કોર્ટે તાજેતરમાં જ તેમની અરજી ફગાવી દીધી છે. હવે હાઈકોર્ટ જ એકમાત્ર આસરો છે. સૂરજની જિયા ખાન આત્મહત્યા કેસ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સૂરજ પંચોલી સામે આરોપ હતો કે તેમણે બૉલીવુડ અભિનેત્રી જિયા ખાન સાથે મારઝૂડ કરી અને તેમને મેંટલી એટલુ ટૉર્ચર કર્યું કે તેમણે આત્મહત્યા કરી લીધી. જિયાના ઘરેથી મળેલ 6 પાનાની સુસાઇડ નોટ પણ આ જ બાબતની ગવાહી પૂરે છે. સૂરજે પણ આ વાત કબુલ કરી હતી કે તેમણે જિયા ખાન ઉપર હાથ ઉપાડ્યો હતો, પરંતુ હેરાન કરવાની વાત નકારી હતી.

દરમિયાન આજે સવારે 11 વાગ્યે સૂરજ પંચોલીની વીડિયો કૉન્ફરંસિંગ થઈ અને તે દરમિયાન જ સૂરજને 11મી જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો ચુકાદો અપાયો. સૂરજનો પરિવાર આ મુશ્કેલીના પગલે ખૂબ દુઃખી છે. સૂરજના માતા ઝરીના વહાનું કહેવું છે કે તેમનો પુત્ર માત્ર જિયાની મદદ કરતો હતો, તો જિયાના માતા રાબિયા ખાને જિયાના મોત માટે સૂરજને જવાબદાર ઠેરવ્યા હતાં.

English summary
Sooraj Pancholi gets judicial custody till 11 July. Today 27th July morning around 11 o'clock through video conferencing court interacted with Sooraj Pancholi and give the order to keep Sooraj in jail till 11 July.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X