ફોટામાં દેખાઈ રહેલી બાળકી છે આજે મોટી હીરોઈન, ખુદ પંજાબી પરંતુ સાઉથમાં બની સ્ટાર, જાણો કોણ

કાજલ અગ્રવાલના ફોટા તો ફેન્સ પસંદ કરી રહ્યા છે પરંતુ તે પોતાના બાળપણમાં પણ ઘણી ક્યુટ લાગતી હતી.

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કાજલ અગ્રવાલ પ્રેગ્નેન્ટ છે અને સાઉથની ઈન્ડસ્ટ્રીની જાણીતુ નામ છે. વળી, હિંદી સિનેમામાં પણ તેણે કામ કર્યુ છે. આજકાલ કાજલ ફિલ્મોના બદલે પોતાની પ્રેગ્નેન્સીના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં તેણે પોતાના બેબી બંપને ફ્લૉન્ટ કરતા ફોટા શેર કર્યા છે જેની ચર્ચા છે. કાજલ અગ્રવાલના આ ફોટા તો ફેન્સ પસંદ કરી રહ્યા છે પરંતુ તે પોતાના બાળપણમાં પણ ઘણી ક્યુટ લાગતી હતી. તેના બાળપણના ફોટા એ વાતનો પુરાવો છે.

સાઉથની ફિલ્મોમાં સફળતાના ઝંડા

સાઉથની ફિલ્મોમાં સફળતાના ઝંડા

સાઉથ અભિનેત્રી કાજલ અગ્રવાલ હાલમાં પોતાના પ્રેગ્નનેન્સી ફેઝને એન્જૉય કરી રહી છે. એવામાં ફિલ્મોમાંથી તે હાલમાં બ્રેક પર છે. કાજલની ઓળખ એક સાઉથ એક્ટ્રેસ તરીકેની છે પરંતુ કાજલ ખુદ પંજાબી પરિવારની છે અને મુંબઈમાં તેનો ઉછેર થયો છે.

બૉલિવુડથી કરી હતી શરુઆત

બૉલિવુડથી કરી હતી શરુઆત

કાજલ અગ્રવાલે પોતાની એક્ટિંગ ડેબ્યુ 2004માં બૉલિવુડ ફિલ્મ 'ક્યુ! હો ગયાના' થી કરી હતી પરંતુ તેને તેમાં ખાસ સફળતા મળી નહોતી. ત્યારબાદ 2007માં તે તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાણમ 2007માં દેખાઈ. કાજલને મોટી સફળતા મળી 2009માં આવેલી તેલુગુ ફિલ્મ મગાધીરાથી કે જે સુપરહિટ રહી. આ ફિલ્મ બાદ કાજલને સાઉથની સ્ટાર કહેવાતી. ત્યારબાદ બૉલિવુડમાં પણ કાજલે સિંઘમ અને સ્પેશિય 26 જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ.

સાઉથની સૌથી મોંઘી એક્ટ્રેસમાંની એક

સાઉથની સૌથી મોંઘી એક્ટ્રેસમાંની એક

કાજલ અગ્રવાલ મગાધીરા બાદ સાઉથની સૌથી મોંઘી એક્ટ્રેસમાં શામેલ થઈ ગઈ છે. આજે પણ તેની ગણતરી સાઉથની લીડ અભિનેત્રીમાં થાય છે. કાજલ અગ્રવાલને ગાડીઓનો પણ શોખ છે. તેની પાસે ઘણી લક્ઝરી ગાડીઓ છે.

2020માં કર્યા લગ્ન

2020માં કર્યા લગ્ન

કાજલે ઓક્ટોબર 2020માં ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યુ હતા. લગ્નના લગભગ દોઢ વર્ષ બાદ નવા વર્ષ 2022ના પ્રસંગે કાજલે જણાવ્યુ કે તે પ્રેગ્નેન્ટ છે. ત્યારબાદ કાજલનો મોટાભાગનો સમય પોતાના પતિ અને પરિવાર સાથે જ પસાર થઈ રહ્યો છે.

ઘણી ફિલ્મોમાં જોવા મળશે

ઘણી ફિલ્મોમાં જોવા મળશે

કાજલને થોડા સમય પહેલા આવેલી ફિલ્મ 'હે! સિનામિકા' માં જોવામાં આવી હતી. હાલમાં પણ તેની પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. જેમાં ઘોસ્ટ, ઈન્ડિયન 2, કરુંગાપિયમ, પેરિસ પેરિસ જેવી ફિલ્મો છે. વળી, શિવ કોરાટાલાના આચાર્યમાં કાજલ, ચિરંજીવી, રામ ચરણ, પૂજા હેગડે સાથે જોવા મળશે. જલ્દી આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X