Snapped : શ્રીદેવીને ટક્કર મારતી જ્હાનવી-ખુશી, મલેશિયા રવાના થયો આખો પરિવાર
મુંબઈ, 12 સપ્ટેમ્બર : બૉલીવુડ દિવા શ્રીદેવી પોતાના પરિવાર સાથે ગઈકાલે રાત્રે મુંબઈ ઍરપોર્ટે કૅમેરે કેદ થઈ ગયાં. શ્રીદેવી સાથે તેમના પતિ બોની કપૂર અને બંને દીકરીઓ ખુશી તેમજ જ્હાનવી કપૂર પણ હતાં. શ્રીદેવી પરિવાર મુંબઈથી ગઈકાલે સાઉથ ઇન્ડિયન ઇંટરનેશનલ મૂવી ઍવૉર્ડ્સ (એસઆઈઆઈએમએ)માં હાજરી આપવા માટે મલેશિયા જવા રવાના થયો હતો.
શ્રીદેવી પોતાના જમાનાના સુપરહિટ અભિનેત્રી હતાં અને આજે પણ તેમની તોલે કોઈ અભિનેત્રી આવી શકે તેવી નથી. એક સમયે બૉલીવુડમાં રેખા બાદ એકહત્થુ શાસન કરનાર શ્રીદેવી પચાસના દાયકાની વયે પણ સુપરહિટ છે અને તેમણે આ વાત પોતાની છેલ્લી ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ દ્વારા સાબિત પણ કરી આપી છે. ફિલ્મોમાં ન આવવા છતાં શ્રીદેવી સતત ચર્ચામાં રહે છે અને હવે તો તેમની બે-બે યુવાન દીકરીઓ પણ તેમના નામને ચર્ચામાં રાખવાની પરિસ્થિતિમાં આવી ગઈ છે.
ચાલો મુંબઈ ઍરપોર્ટે શ્રીદેવી પરિવારની તસવીરી ઝલક જોઇએ :

શ્રીદેવી
મુંબઈ ઍરપોર્ટ પર શ્રીદેવી ગ્રીન કુર્તા અને બ્લૅક લેગિંગ્સમાં નજરે પડ્યાં. ગળામાં બ્લ્યુ દુપટ્ટો હતો. શ્રીદેવીએ સ્પાઇક પણ પહેરી રાખ્યુ હતું. તેમણે રેડ લિપસ્ટિક તથા નેલપેંટ લગાવી રાખ્યુ હતું. તેમના બંને હાથે હૅન્ડબૅગ હતાં.

સ્ટાઇલિશ લુક
શ્રીદેવીની બંને દીકરીઓ જ્હાનવી અને ખુશી સ્ટાઇલિશ લુકમાં નજરે પડી.

જ્હાનવી
જ્હાનવીએ વ્હાઇટ ટૉપ અને બ્લૅક લેગિંગ્સ પહેર્યુ હતું. તેના વાળ ખુલ્લા હતાં અને હાથે હૅન્ડબૅગ હતું.

ખુશી
ખુશીએ ગ્રે કલરનો ટૉપ તથા બ્લૅક લેગિંગ્સ પહેર્યુ હતું. તેના પણ વાળ ખુલ્લા હતાં અને હાથે ગ્રીન-વ્હાઇટ કલરનું હૅન્ડબૅગ હતું.

બોની કપૂર
બોની કપૂર ડેનિમ લુકમાં નજરે પડ્યાં.

ક્વાલાલંપુર રવાના
શ્રીદેવી-બોનીનો પરિવાર એસઆઈઆઈએમએમાં ભાગ લેવા મલેશિયાના ક્વાલાલંપુર રવાના થયાં છે કે જ્યાં નેગારા સ્ટેડિયમાં આ કાર્યક્રમ યોજાશે.

સાઉથના સ્ટાર્સ
આ કાર્યક્રમમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ પરફૉર્મન્સ આપશે.

Creature 3d Movie Review
Creature 3d : Horror બિપાશા અને Hot સુરવીનની 25 તસવીરો સાથે વાંચો Review












Click it and Unblock the Notifications
