For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટુંકમાં જ હૉલીવુડમાં શરુઆત કરી શકે છે શ્રીદેવી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 સપ્ટેમ્બર : જો બધુ સમસુથરું પાર પડે, તો બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી ટુંકમાં જ હૉલીવુડમાં શરુઆત કરી શકે છે. તેઓ ખૂબ જ પ્રતિભાશાળી હૉલીવુડ સ્ટાર મર્લી સ્ટ્રીપ સાથે મોટા પડદે નજરે પડી શકે છે.

sridevi

હૉલીવુડ ફિલ્મ નિર્માતા જોડી જેરેમા વૉલ તથા જેરી લીડર બે જુદી-જુદી દુનિયાઓ સાથે સંબંધ ધરાવતી આ તારિકાઓને એક સાથે મોટા પડદે ઉતારવાના પ્રયત્નો કરી રહ્યાં છે. શ્રીદેવીના મૅનેજર પંકજ ખરબંદાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે હૉલીવુડમાંથી શ્રીદેવીનો સમ્પર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ આ અંગે વધુ કોઈ ખુલાસો નથી કર્યો.

ખરબંદાએ જણાવ્યું - હા, આ સાચુ છે. અમે ખુશ છીએ કે આટલા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ માટે અમારો સમ્પર્ક સાધવામાં આવ્યો છે, પરંતુ હજી તે અંગે વધું કઈ કહી ન શકાય. ફિલ્મ હજી પ્રારથમિક તબક્કામાં છે, પણ સૂત્રોએ જણાવ્યું કે ફિલ્મનું નામ કાઉબૉય્ઝ એન્ડ ઇન્ડિયન્સ રહેશે અને જાણીતા ફિલ્મ નિર્માતા રૉબર્ટ રેડફોર્ટના 43 વર્ષીય પુત્રી એમી રેડફોર્ડ ફિલ્મનું દિગ્દર્શન કરશે.

English summary
If things go right, Bollywood diva Sridevi is likely to make her Hollywood debut soon and share the screen space with most talented actress Meryl Streep.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X