Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SS Rajamouli Net Worth: ઑસ્કર અવૉર્ડ વિજેતા એસએસ રાજામૌલી કેટલી સંપત્તિના છે માલિક?

એસએસ રાજામૌલી ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી મોંઘા નિર્દેશક છે. આવો જાણીએ તેમની પાસે કેટલી સંપત્તિ છે.

SS Rajamouli Net Worth: ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરે ઑસ્કર અવૉર્ડ 2023માં બેસ્ટ ઓરિજિનલ સૉંગ કેટેગરીમાં અવૉર્ડ પોતાના નામે કરી લીધો છે. રાજામૉલી તેમના શ્રેષ્ઠ દિગ્દર્શન માટે જાણીતા છે. આરઆરઆ પહેલા રાજામૌલીએ બાહુબલી ફિલ્મ વખતે પણ ઘણા છવાઈ ગયા હતા.

દેશના સૌથી વધુ મોંઘા ડાયરેક્ટર

દેશના સૌથી વધુ મોંઘા ડાયરેક્ટર

એસએસ રાજામૌલી ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી મોંઘા નિર્દેશક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજામૌલીએ બાહુબલી ફિલ્મને ડિરેક્ટ કરવા માટે 25 કરોડની ફી લીધી હતી. એસએસ રાજામૌલીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 21 વર્ષ પૂર્ણ કર્યા છે. પોતાના કરિયરમાં તેમણે 12 ફિલ્મો કરી. તેમની લગભગ તમામ ફિલ્મો સફળ રહી છે. એસએસ રાજામૌલી હૈદરાબાદમાં રહે છે.

બંજારા હિલ્સમાં કરોડોનો બંગલો

બંજારા હિલ્સમાં કરોડોનો બંગલો

એસએસ રાજામૌલીનો હૈદરાબાદના બંજારા હિલ્સમાં આલીશાન બંગલો છે. તેમણે આ ઘર વર્ષ 2008માં ખરીદ્યુ હતુ. હૈદરાબાદના બંજારા હિલ્સમાં રાજામૌલીના ઘરની કિંમત કરોડોમાં છે. રાજામૌલીના પડોશીઓની યાદીમાં પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન, મેગાસ્ટાર ચિરંજીવી, વિજય દેવરકોંડા, મહેશ બાબુ, પ્રભાસ અને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના ઘણા બધા એ-લિસ્ટર્સનો સમાવેશ થાય છે. રાજામૌલીના ઈન્સ્ટાગ્રામ પર તેમના ઘરની ઘણી શાનદાર તસવીરો છે.

આટલા કરોડની સંપત્તિના માલિક

આટલા કરોડની સંપત્તિના માલિક

ફિલ્મ નિર્માતા પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખવાનુ પસંદ કરે છે. આ સિવાય રાજામૌલીની દેશભરમાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે. GQ મેગેઝિન મુજબ તેમની કુલ સંપત્તિ 158 કરોડ રૂપિયા છે. જોકે આ આંકડો થોડા મહિના જૂનો છે. હવે તેમની સંપત્તિમાં વધુ વધારો થયો હશે. આલીશાન ઘર અને અન્ય રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ઉપરાંત, રાજામૌલી પાસે લક્ઝરી કારોનો વિશાળ સંગ્રહ છે.

કરોડોનુ કાર કલેક્શન

કરોડોનુ કાર કલેક્શન

રાજામૌલી પાસે દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડની ગાડીઓ છે. રાજામૌલીના કાર કલેક્શનમાં રેન્જ રોવર અને બીએમડબ્લ્યુ સામેલ છે. રાજામૌલી મોટે ભાગે લક્ઝુરિયસ બીએમડબ્લ્યુ 7 સિરીઝમાં ડ્રાઇવિંગ કરતા જોવા મળે છે. આ કારની કિંમત 1.50 કરોડથી 1.76 કરોડ રૂપિયાની વચ્ચે છે. લક્ઝુરિયસ બીએમડબ્લ્યુ 7 સિરીઝ ઉપરાંત, એસએસ રાજામૌલી પાસે રેન્જ રોવર પણ છે જેની કિંમત રૂ. 2.39 કરોડથી રૂ. 4.17 કરોડની વચ્ચે છે. આ સિવાય તેમની પાસે લક્ઝુરિયસ વોલ્વો XC40 પણ છે.

RRRની કમાણીનો 30 ટકા ભાગ રાજામૌલીને મળ્યો

RRRની કમાણીનો 30 ટકા ભાગ રાજામૌલીને મળ્યો

રાજામૌલીએ આ વૉલ્વો કારને 2022માં RRR રિલીઝ થયા પછી લીધી જેની કિંમત રૂ. 44.50 લાખ હતી. તેમની પાસે ઘણા મોટા શહેરોમાં ઘણા પ્લૉટ અને ઘણા આલીશાન બંગલા છે. તેમની કમાણી ફિલ્મો, વ્યક્તિગત રોકાણ અને તેમના પ્રોડક્શન હાઉસમાંથી આવે છે. RRR એ વિશ્વભરમાં 1131 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. IMDb મુજબ એસએસ રાજામૌલી પીરિયડ એક્શન ડ્રામા માટે તેમની ફી તરીકે ફિલ્મની કમાણીનો 30% ચાર્જ કરે છે. તેમને લગભગ 339 કરોડ રૂપિયા મળ્યા.

નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે રાજામૌલી

નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે રાજામૌલી

રાજામૌલીના શિક્ષણની વાત કરીએ તો તેમણે રેડ્ડી કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. એસએસ રાજામૌલીએ 2001માં સ્ટુડન્ટ નંબર 1 સાથે ફિલ્મ નિર્માણની શરૂઆત કરી હતી. સાંઈ, છત્રપતિ, મગાધીરા, મર્યાદા રમન્ના જેવી મોટી ફિલ્મો બનાવી. બાહુબલી ફિલ્મથી તેમને આખા દેશમાં ઓળખ મળી હતી. આ પછી તેમની ફિલ્મ આરઆરઆરે રાજામૌલીની સફળતાના નવા રેકૉર્ડ બનાવ્યા. રાજામૌલીનો આગામી પ્રોજેક્ટ મહેશ બાબુ સાથે આવવાનો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X